गुजरात

જામનગર શહેરમાં વિજતંત્ર દ્વારા નવા વર્ષના પ્રારંભની સાથે જ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ : 35 ચેકિંગ ટુકડીઓને ઉતારાઇ | Extensive checking by PGVCL team in Jamnagar city : 35 checking teams deployed



Jamnagar PGVCL Checking : જામનગર શહેરમાં વિજતંત્ર દ્વારા નવા વર્ષના પ્રારંભની સાથે સાથે વિજ ચેકીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, અને આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં 35 જેટલી વીજ ચેકિંગ ટુકડીઓને દોડતી કરીને વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને વિજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળની અલગ અલગ 35 ચેકિંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જેની મદદ માટે 18 એસઆરપીના જવાનો અને 11 લોકલ પોલીસને જોડવામાં આવ્યા છે. જામનગર શહેરના બેડી, બેડેશ્વર, ગાંધીનગર, મોમાઈનગર, પંચવટી, સતવારાવાડ, દરબારગઢ, લીમડાલેન સહિતના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલારના બંને જિલ્લાઓમાં 28 ડિસેમ્બરથી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરાયું હતું. નવા વર્ષના પ્રારંભે ગઈકાલે અને ત્યારબાદ આજે પણ ચેકિંગ અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે.



Source link

Related Articles

Back to top button