गुजरात
લાલપુર નજીક નવી વેરાવળ ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : છ જુગારીઓ પકડાયા | Police raid in Navi Veraval village near Lalpur for gambling: Six gamblers arrested

![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડો હતો અને છ જુગારીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કર્યો છે.
લાલપુર પોલીસ સ્ટેશનની ટુકડીએ ગઈકાલે પૂર્વ બાતમીના આધારે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં જુગાર અંગેનો દરોડો પડ્યો હતો, જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભીમશીભાઇ ખીમાભાઈ ગાગીયા, મહેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, મુસ્તાક આમદભાઈ અખાણી, રફીક નૂરમહમદ શાહમદાર અને અલ્તાફ નૂરશા શાહમદાર તથા જયંતીલાલ દયારામ દાણીધારીયા સહિત 6 ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 61,210 ની માલમતા કબજે કરી છે.



