राष्ट्रीय

કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો | haryana gangster Aman Bhainswal has been deported from US and brought back to India



Gangster Aman Bhainswal: હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટી કાર્યવાહી કરતા સોનીપતના કુખ્યાત ગેંગસ્ટર અમન ભૈંસવાલને ભારત લાવવામાં સફળતા હાંસલ કરી છે. હિમાંશુ ભાઉ ગેંગના આ શાર્પશૂટરને ઇન્ટરપોલ અને ગૃહ મંત્રાલયના સહયોગથી અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ STFની ટીમે તેની ધરપકડ કરી લીધી છે. 

નકલી પાસપોર્ટની મદદથી અમેરિકા પહોંચ્યો હતો

મૂળ સોનીપતના ભૈંસવાલ કલાન ગામના રહેવાસી અમન ભૈંસવાલ પર હત્યા અને ખંડણી સહિત 10થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમને દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં નકલી સરનામું ‘અમન કુમાર’ના નામથી પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 2025માં ચકમો આપીને અમેરિકા ફરાર થઈ ગયો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ ગોહાના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને ઇન્ટરપોલ સાથે તેની માહિતી શેર કરી હતી.

હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો 

રોહતકના સાંપલામાં ‘સીતારામ હલવાઈ’ની દુકાન પર તાજેતરમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં અમન ભૈંસવાલનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. હુમલા દરમિયાન બદમાશોએ એક ચિઠ્ઠી ફેંકીને 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી, જેના પર અમન ભૈંસવાલ ગ્રુપનું નામ લખ્યુ હતું. આ ઉપરાંત ગોહાનામાં ‘માતુરામ હલવાઈ’ કાંડમાં પણ તેની સંડોવણીના પુરાવા મળ્યા હતા. તે કુખ્યાત હિમાંશુ ભાઉ ગેંગ માટે કામ કરતો હતો. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા

STFની ‘હટિંગ’ લિસ્ટમાં હતો સામેલ

હરિયાણા STFના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમન ભૈંસવાલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે અને તેના અન્ય સાથીઓ અને તેના વિદેશમાં બેઠેલા આકાઓના નેટવર્કનો ખુલાસો થઈ શકે. નોંધનીય છે કે હરિયાણા STF અત્યાર સુધીમાં વિદેશ ભાગી ગયેલા 8થી વધુ મોટા ગેંગસ્ટરોને ભારત પાછા લાવવામાં સફળ રહી છે, જેમાં મનપાલ અને જોગેન્દ્ર ગ્યોગ જેવા નામ સામેલ છે.



Source link

Related Articles

Back to top button