गुजरात

સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug Lab Busted: SOG Arrests 3 for Manufacturing Crystal Meth in Puna Area


Surat SOG Raid: સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આડમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની હાઈટેક લેબોરેટરી પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પર્દાફાશ કર્યો છે.
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ,  'ક્રિસ્ટલ મેથ' ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ 2 - image

જાતે જ બનાવતા હતા ‘ક્રિસ્ટલ મેથ’

પોલીસના જણાવ્યા અનુસાર, આ લેબમાં ત્રણ શિક્ષિત યુવાનો ભેગા મળીને કેમિકલ પ્રોસેસ દ્વારા ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરતા હતા. આ યુવાનો પોતે જ ડ્રગ્સ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે આખેઆખી લેબોરેટરી ઝડપી પાડી હતી.  ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ, સાધનો, તૈયાર ડ્રગ્સનો જથ્થો અને અન્ય કાચા માલ સહિત લેબ ચલાવતા ત્રણ યુવાનોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ,  'ક્રિસ્ટલ મેથ' ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ 3 - image

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવાનો ઓનલાઈન માધ્યમો અથવા અન્ય સ્ત્રોતો દ્વારા ડ્રગ્સ બનાવવાની રીત શીખ્યા હોવાની શંકા છે. તેઓ ક્રિસ્ટલ ફોર્મમાં ડ્રગ્સ બનાવીને યુવાધનને બરબાદ કરવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા.

તપાસનો ધમધમાટ

SOG પોલીસે લેબમાંથી તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ ક્યાંથી લાવવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઝેર વેચવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.



Source link

Related Articles

Back to top button