ધ્રાંગધ્રાના રામગઢ ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી 2.18 લાખની છેતરપિંડી | A young man from Ramgarh village of Dhrangadhra was cheated pretending to be married

![]()
કોઇનું કોઇ બહાનું આપીને યુવતી સાસરીમાં આવવાનું ટાળકી હતી
યુવતીએ લગ્ન બાદ નિવૈધનું બહાનું કાઢી પિયર ગયા બાદ પરત નહીં ભરતા યુવતી સહિત ટોળકી સામે ફરિયાદ નોંધાઇ
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે રહેતા યુવાન સાથે લગ્નનું નાટક કરી રૃપિયા તથા સોનાના ઘરેણાં લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રાના રામગઢ ગામે રહેતા ૩૮ વર્ષીય અરવિંદભાઈ પટેલને તેમના પરિચિત પાટડી તાલુકાના દેગામ ખાતે રહેતા ઘનશ્યામભાઈ રાજપૂતે એક યુવતી સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. ત્યારબાદ અરવિંદભાઈ પરિવાર સાથે વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામે યુવતીને જોવા ગયા હતા. યુવતી પસંદ પડતા યુવતીના પરિવારને રૃ.૦૨ લાખ આપવાની વાત નક્કી થઈ હતી. ઘનશ્યામભાઈ રાજપૂતના કહેવાથી અરવિંદભાઈના પરિવારે યુવતીના પરિવારને રૃ.૦૨ લાખ આપી ફુલહાર (લગ્ન) કર્યા હતા. જ્યારે કોર્ટ મેરેજ અંગે વાત કરવામાં આવતા યુવતીએ આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નહીં હોવાનો બહાનું કાઢીને થોડા દિવસ બાદ કોર્ટ મેરેજ કરવાની વાત કરી હતી. લગ્નના ત્રણેક દિવસ બાદ યુવતીના પરિવારજનોએ નિવૈધ કરવાના બહાને યુવતીને પિયર લઈ જવાનું જણાવ્યું હતું. આથી યુવતીના ભાઈ તરીકે આવેલા બે શખ્સો યુવતીને સાથે લઈ ગયા હતા તેમજ નિવૈધના નામે અરવિંદભાઈ પાસેથી રૃ.૧૦,૦૦૦ અને યુવતીને આપેલા સોનાના ઘરેણા પણ લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી પિયર ગયા બાદ વારંવાર રૃપિયાની જરૃર હોવાનું કહી અરવિંદભાઈ પાસેથી ઓનલાઇન કુલ રૃ.૮૦૦૦ હજાર મંગાવ્યા હતા.
જોકે, અરવિંદભાઈ યુવતી સાથે વાત કરવા માટે ફોન કરતા યુવતી સતત કોઈને કોઈ બહાનું બતાવી વાત ટાળતી હતી. અંતે યુવતીને સાસરીમાં પરત લાવવા માટે કહેતા યુવતીએ સ્પષ્ટ મનાઈ કરી હતી. આ બાબતે લગ્ન કરાવનાર ઘનશ્યામભાઈ રાજપૂતને સંપર્ક કરતા તેમણે પણ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આખરે અરવિંદભાઈછેતરાયા હોવાનું માલુમ પડતા આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે યુવતી કિંજલબેન વિનુભાઈ પટેલ, તેના પરિવારજન ધર્મેશભાઈ, કિંજલબેનની માતા, યુવતીના પિતા વિનુભાઈ, રાજુભાઈ પરમાર તથા લગ્ન કરાવનાર ઘનશ્યામભાઈ રાજપૂત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.



