गुजरात
સાયલા- સુદામડા રોડ પર અકસ્માતમાં યુવાનું મોત | Youth dies in accident on Sayla Sudamada road

![]()
આઇશર અને બાઇક અથડાયું, લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ
સાયલા – સાયલા – સુદામડા રોડ પર આઇશર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સાયલા- સુદામડા રોડ પર આઇશર અને બાઇક અથડાયા હતા. જેમાં સાયલાના સાંગોઇ ગામના મુકેશ ગોહિલને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાઇક ચાલક મુકેશ ગોહિલનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે. જે ડ્રાઇવિંગના વ્યવસાય કરતો હતો. દોઢ માસનો એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બાબતે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



