मनोरंजन
સલમાન ખાનને રાજ અને ડીકેની એક્શન ફિલ્મ ઓફર | Salman Khan offered action film of Raj and DK

![]()
– જોકે, સલમાને હજુ ફાઈનલ કર્યું નથી
– વેબ સીરિઝોના સર્જક રાજ અને ડીકે પહેલીવાર મોટાપાયે એક્શન ફિલ્મ બનાવશે
મુંબઇ : સલમાન ખાનને ‘ફેમિલી મેન’ સહિતની વેબ સીરિઝોના સર્જકો રાજ એન્ડ ડીકે તરફથી એક એક્શન કોમેડી ઓફર કરવામાં આવી છે. જોકે, સલમાને હજુ સુધી આખરી સંમતિ આપી નથી.
જો સલમાન સંમતિ આપશે તો આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી શરુ થઈ જશે. હાલ સ્ક્રિપ્ટને અંતિમ સ્વરુપ અપાઈ રહ્યું છે. રાજ અને ડીકે પહેલીવાર કોઈ મોટા સ્ટાર સાથે બિગ બજેટ એક્શન ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. જોકે, ફિલ્મની તૈયારી હજુ ઘણા પ્રારંભિક સ્ટેજમાં છે. ઉલ્લેખનીય છે કે રાજ અને ડીકેની જોડીમાંથી રાજ હાલ એકટ્રેસ સામંથા રુથ પ્રભુ સાથે લગ્નનાં કારણે ચર્ચામાં છે.



