मनोरंजन
કંગના ફરી ફિલ્મ શૂટિંગ માટે સેટ પર હાજર થઈ ગઈ | Kangana is back on the sets for a film shoot

![]()
– ભારત ભાગ્ય વિધાતાનું શૂટિંગ શરુ કર્યું
– દેશભક્તિની થીમ પરની ફિલ્મમાં કંગના ખુદ મુખ્ય ભૂમિકા ભજવશે
મુંબઇ : કંગના રણૌતે વધુ એક ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. ‘ભારત ભાગ્ય વિધાતા’ નામની નવી ફિલ્મના સેટ પરથી તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં કંગના દિગ્દર્શક મનોજ તપડિયા સાથે ચર્ચામાં વ્યસ્ત હોવાનું જોવા મળે છે.
કંગનાએ ૨૦૨૪માં જ આ ફિલ્મની ઘોષણા કરી હતી. જોકે, તેની વધુ વિગતો અપાઈ નથી. કંગના છેલ્લે ‘ઈમરજન્સી’ ફિલ્મમાં જોવા મળી હતી. તેણે જ પ્રોડયૂસ અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં તેણે પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ લાંબા સમય સુધી રીલિઝ વિના અટવાઈ રહ્યા બાદ મોડે મોડે રીલિઝ થઈ હતી અને ફલોપ ગઈ હતી.



