गुजरात

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the corporation



ગાંધીનગર શહેરમાં જળકાંડના જવાબદારો સામે માનવવધનો ગુનો
દાખલ કરો

કમિશનરની કચેરીમાં પહોંચી દૂષિત પાણી ભરેલા માટલા ફોડયાં ઃ
સાત દિવસમાં નિરાકરણ નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરાશે ઃ  તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો મારફતે
શુદ્ધ પાણી પૂરું પાડવામાં તેવી માંગણી

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગરના જુના સેક્ટરોમાં ફાટી નીકળેલા ટાઈફોડના
રોગચાળાને પગલે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને આજે ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી
ખાતે હલ્લાબોલ કર્યું હતું. કમિશનર કચેરીમાં ઘૂસી જઈ કાર્યકરોએ ગંદા પાણી ભરેલા
માટલા ફોડયા હતા અને જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં માગણી કરી હતી.
સાત દિવસમાં જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કચેરીનો ઘેરાવ કરવા પણ ચીમકી
આપવામાં આવી હતી.

ગાંધીનગરના સેક્ટર ૨૪,
૨૬, ૨૭, આદિવાડા અને
જીઆઇડીસી જેવા વિસ્તારોમાં ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાને પગલે આજે શહેર જિલ્લા
કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર મહાનગર પાલિકાની
કચેરી ખાતે આગેવાનો કાર્યકરો પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમને રોકવાનો
પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કમિશનર કચેરીમાં પહોંચી જઈને કાર્યકરો દ્વારા ગંદા
પાણી ભરેલા માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેર જિલ્લા
કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિકુમાર પટેલની આગેવાનીમાં અપાયેલા આવેદનપત્રમાં
જણાવાયું છે કે
, છેલ્લા
કેટલાક દિવસોથી ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈનોમાં લિકેજ હોવાને કારણે દૂષિત
પાણી પુરવઠો આવી રહ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ
લોકો ટાઈફોઈડનો ભોગ બની હોસ્પિટલમાં દાખલ થયા છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે
, આ રોગચાળાને
કારણે એક બાળકનું મૃત્યુ પણ નીપજ્યું છે. જ્યારે શહેરના બાળકો અને નાગરિકો
જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે મનપાનું તંત્ર અને શાસકો સ્પિરિટ ઓફ
ગાંધીનગરના નામે સંગીત સંધ્યાના કાર્યક્રમો અને ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવામાં
મસ્ત છે. ૧૭૭૪ કરોડનું માતબર બજેટ હોવા છતાં ગટર લાઈનોનું સમારકામ કરવામાં તંત્ર
સદંતર નિષ્ફળ ગયું છે. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર મિલીભગત કોન્ટ્રાક્ટરો અને
અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો
મારફતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને મેડિકલ ટીમો દ્વારા ઘરે-ઘરે ચેકઅપ
કરવામાં આવે. જો આગામી ૭ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર કોંગ્રેસ
દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઘેરાવના કાર્યક્રમ સાથે ઉગ્ર આંદોલન કરવાની
ચીમકી ઉચ્ચારી છે.



Source link

Related Articles

Back to top button