સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity theft worth Rs 251 crores detected i surendranagar Limbdi and Dhrangadhra divisions

![]()
ગેરકાયદે વીજ ચોરી સામે વીજ તંત્રની કાર્યવાહી
ઘર વપરાશના ૫૫૦ સહિત ૫૬૫ વીજ જોડાણમાં ગેરરીતિ, ૨૯૯ કિસ્સામાં વીજ જોડાણ વગર વીજ ચોરી પકડાઇ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં ડ્રાઇવ દરમિયાન સપ્તાહમાં ૨.૫૧ કરોડનો દંડ ફટકારાયો છે. ૫૬૫ જોડાણમાં ગેરરીતિ અને ૨૯૯ કેસમાં ડાયરેક્ટ ચોરી બદલ કાર્યવાહી કરાઇ છે.
સુરેન્દ્રનગરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈને અધિક્ષક ઇજનેરના માર્ગદર્શન હેઠળ તા.૩ જાન્યુઆરી સુધીમાં સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિવિધ ગામોમાં વીજ તંત્રની ટીમોએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં રહેણાંક વિસ્તારમાં ૩૨૧૨, કોમશયલ ૫૬ અને ખેતીવાડી વિભાગના ૨૩ મળી કુલ ૩૨૯૧ વીજ કનેકશનનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં ઘર વપરાશના ૫૫૦, વાણિજ્યના ૧૦ અને ખેતીવાડીના ૦૫ વીજ કનેક્શન સહિત કુલ ૫૬૫ વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી. જે પૈકી ૨૯૯ જેટલા કિસ્સાઓમાં વીજ જોડાણ વગર જ સીધી રીતે વીજ ચોરી કરવામાં આવતી હતી. આથી તમામ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૃ.૨.૫૧ કરોડનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


