ઈરાનમાં ‘ભૂખી’ જનતાનો વિદ્રોહ વધુ હિંસક બન્યો ટ્રમ્પની મિસાઇલ ધમકીઓ વચ્ચે રમખાણો : 35નાં મોત | the ‘hungry’ people in Iran turned more violent riots amid Trump’s missile threats: 35 dead

![]()
– જેમ જેમ ઈરાનમાં મૃતકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તે વાતની પણ આશંકા વધતી રહી છે કે કદાચ ટ્રમ્પ હસ્તક્ષેપ કરી નાખશે
નવી દિલ્હી : ઈરાનમાં આર્થિક સંકટ સામે ઝૂઝી રહેલી જનતાનો વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી. એપીના રિપોર્ટ પ્રમાણે આ રમખાણોમાં માર્યા ગયેલાઓનો આંક વધીને ૩૫ સુધી પહોંચી ગયો છે. મૃત્યુ આંક વધવાની પણ આશંકા છે. છતાં વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી.
આ માહિતી અમેરિકા સ્થિત માનવ અધિકાર સંસ્થા કાર્યકર્તા સત્તાવાર એજન્સીએ આપ્યા છે. તેમાં જણાવાયુ છે કે ૩૫ના મોત થવા ઉપરાંત દેખાવકારો પૈકી ૧૨૦૦ થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાનમાં આર્થિક કટોકટીમાં મુકાઈ ગયેલા દેખાવકારોના દેખાવમાં ૨૯ દેખાવકારો, ૪ બાળકો અને સલામતી દળોના ૨ કર્મચારીઓના મોત થયા છે. ઈરાનના ૩૧ પ્રાંતમાંથી ૨૭ પ્રાંતોમાં ૨૫૦થી વધુ સ્થાનો સુધી પ્રદર્શનો થઈ રહ્યા છે. આ રીપોર્ટ ઈરાનના જ એક નેટવર્કે આપેલા આંકડા આધારિત છે.
જેમ જેમ ઈરાનમાં રમખાણોમાં મરનારાઓની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ તે આશંકા પણ વધતી જાય છે કે અહીં પણ કદાચ ટ્રમ્પ હસ્તક્ષેપ ન કરે. તેમણે ઈરાનને ચેતવણી આપી છે કે, ‘શાંતિપૂર્ણ દેખાવકારોને હિંસક રીતે મારવામાં આવે છે તેથી તેમના બચાવ માટે ના છૂટકે અમેરિકાએ આવવું પડશે. તેટલું જ નહીં પરંતુ અમેરિકાએ તેના મિસાઇલ્સ તૈયાર જ રાખ્યા છે તેમ પણ કહ્યું હતું.
આ ધમકી છતાં ઇરાનમાં ભૂખ્યા લોકોનો વિદ્રોહ શમતો નથી.



