दुनिया

ચીનના ‘ડેટ-ટ્રેપ’માં ફસાયેલું બાંગ્લાદેશ તેનો એકંદર ડેટ-ટુ-જીડીપી રેશિયો 39ને પાર | Bangladesh trapped in China’s ‘debt trap’ has seen its overall debt to GDP ratio cross 39



– 2024ના અંતે કુલ વિદેશી દેવું 105 બિલિયન ડોલરને પાર

– દેશનાં કુલ ઘરેલું ઉત્પાદનના 39 ટકાથી પણ થોડું વધુ દેવું તોળાય છે બાંગ્લાદેશની નિકાસની કમાણીના 192 ટકા જેટલું વિદેશી દેવું છે

નવી દિલ્હી : ચીનના ‘બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ’ જોડાયેલું બાંગ્લાદેશ અત્યારે અસામાન્ય આર્થિક કટોકટીમાં મુકાઈ ગયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં શ્રીલંકામાં જેવી આર્થિક કટોકટી સર્જાઈ હતી તેવી કટોકટી અત્યારે બાંગ્લાદેશ સહન કરી રહ્યું છે.

શ્રીલંકા સ્થિત એશિયન ન્યૂઝ પોસ્ટે આંકડાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અત્યારે ભારે વિદેશી લોનના ફાંસલામાં ફસાયું છે. આ વિદેશી લોનો પૈકી સૌથી વધુ લોન તેણે ચાયના પાસેથી લીધી છે.

નિરીક્ષકો કહે છે કે આ કારણે જ ચીન દ્વારા તેના ઉત્તર પશ્ચિમ પ્રાંત ઝિંગ-ઝિયાનમાં વસતા મુસ્લીમો ઉપર શી-જિનપિંગ સરકાર દ્વારા કરાતા જુલ્મો સામે યુનુસનાં નેતૃત્વ નીચેની સરકાર એક શબ્દ પણ ઉચ્ચારતી નથી.

બાંગ્લાદેશના ‘નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ’ના ચેરમેન એમ. અબ્દુર રહેમાન ખાને સ્વીકાર્યું હતું કે દેવાની ચૂકવણી નેશનલ બજેટમાં દ્વિતીય ક્રમાંકનો સૌથી મોટો હિસ્સો છે. (૧) બાંગ્લાદેશનો ડેટ-ટુ-જીડીપી રેશિયો એકંદર ઘરેલું ઉત્પાદન સામે દેવું ૩૯ ટકાથી વધુ છે. એટલે કે દેશનાં કુલ આંતરિક ઉત્પાદનના ૩૯ ટકા જેટલું દેવું છે. (૨) આ દેવું ૨૦૧૭-૧૮માં ૩૪ ટકા જેટલું હતું. (૩) આના પરિણામે શિક્ષણ, આરોગ્ય સહિત જનકલ્યાણના ખર્ચ ઉપર ભારે કાપ આવ્યો છે. ૨૦૧૦માં બાંગ્લાદેશ ઉપર ૨૬ બિલિયન ડોલરનું વિદેશી દેવું હતું તે ૨૦૨૪માં ૧૦૫ બિલિયન ડોલર થયું છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશી દેવામાં ૪૨ ટકાનો વધારો થયો છે. (૪) હવે લોન ચૂકવણીનાં ફાંફાં છે. યુનુસ ચીનનો આધાર લે છે. જનતા ભૂખે મરે છે. હિન્દુઓની હત્યા થઈ રહી છે. આ હિન્દુઓની હત્યાઓ થતાં ઘણા ઉદ્યોગપતિઓ અને મોટા વેપારીઓ બાંગ્લાદેશ છોડી રહ્યાં છે તે પૈકી મોટાભાગના હિન્દુઓ છે. આ સાથે દેશમાં વેપાર-ધંધા ખોરવાઈ રહ્યા છે. પરિણામે બેકારી વધી રહી છે.

આર્થિક પરિસ્થિતિ તેટલી વણસી છે કે, હવે તો ચીન પણ તેને વધુ ધીરાણો આપતાં બે વખત વિચારી રહ્યું છે.

નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે, જો બાંગ્લાદેશની સરકાર યોગ્ય રીતે અર્થતંત્ર નહીં ગોઠવે તો આગામી વર્ષોમાં તે ગંભીર આર્થિક કટોકટીમાં મુકાઈ જશે. બીજી તરફ ચીન પોતાનાં આર્થિક હિતો જાળવવા સાથે તેનો રાજકીય પ્રભાવ પણ વધારી રહ્યું છે. વાસ્તવમાં તે જ ચીનની નેમ છે.



Source link

Related Articles

Back to top button