गुजरात

હાલારના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ | Two day exercise on marine security shield begins in Halar coastal area from today



સમગ્ર ગુજરાત રાજ્યના સાગર કિનારાઓ ઉપર દેશ વિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સુરક્ષા એજન્સીઓને સતર્કતા ચકાસવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ માટેની સાગર સુરક્ષા અંગેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેનો હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં પણ આજથી પ્રારંભ થયો છે. 

જામનગર ની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસ ઓ જી શાખા, મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટકાર્ડ સહિતની અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ સાગર કિનારાઓ વિસ્તારમાં આજથી બે દિવસ માટેની કવાયત શરૂ કરી દઈ સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડો ની ટીમ દ્વારા અને કોસ્ટકાર્ડ દ્વારા દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ઉપરાંત અન્ય પોલીસ ટીમ દ્વારા કોસ્ટલ એરિયામાં પણ સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં જામનગર શહેર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ અન્ય પોલીસની મોટી ટુકડી પણ જોડાઈ છે, અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.



Source link

Related Articles

Back to top button