ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ! | Unrest In Bangladesh BSF Secures Chicken Neck With 12 Foot High Smart Fencing Installed

![]()
India-Bangladesh Border : બાંગ્લાદેશમાં અશાંતિ ઊભી થયા બાદ ભારતીય સેના સરહદ હાઇ ઍલર્ટ પર છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દળે(BSF) અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ 75 ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ લગાવી દીધી છે.
જો ઘૂસણખોર ફેન્સિંગ કાપવાનો કે કૂદવાનો પ્રયાસ કરશે તો…
મીડિયા રિપોર્ટમાં બીએસએફ અધિકારીઓને ટાંકીને કહેવાયું છે કે, ભારતીય સેનાએ ભારત-બાંગ્લાદેશ પરના સંવેદનશીલ વિસ્તારોમાં નવી ડિઝાઇનની 12 ફૂટ ઊંચી ફેન્સિંગ લગાવી દીધી છે. આ નવી ડિઝાઇનની ફેન્સિંગ કાપવી અશ્કય છે. જો ઘૂસણખોર તે ફેન્સિંગ કાપવાનો પ્રયાસ કરશે તો પણ તેમાં ઘણો સમય લાગશે. સૌથી મહત્ત્વની વાત તેની ઊંચાઈ છે. ફેન્સિંગની 12 ફૂટ ઊંચાઈ હોવાના કારણે ઘૂસણખોરી કરવી પણ મુશ્કેલ છે. આ ફેન્સિંગના કારણે હવે ઘૂસણખોરી કરવાના પ્રયાસો અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં ઘટાડો થશે.
આ પણ વાંચો : ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા પ્રિન્સે ખામેનેઈનું વધાર્યું ટેન્શન, જાણો શું કહ્યું
સરહદ પર કેમેરા લગાવાયા
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘ચિકન નેક ક્ષેત્ર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોની લાઇફલાઇન છે, કારણ કે આ ભાગ ભારતને પૂર્વોત્તર સાથે જોડે છે. આ કારણે સરહદ સુરક્ષાને અભૂતપૂર્વ સ્તરે મજબૂત કરવામાં આવી રહી છે. નવી ફેન્સિંગ ઉપરાંત સરહદ પર રિયલ-ટાઇમ લાઇવ ફીડ આપતી પૈન-ટિલ્ટ-જૂમ (PTZ) કેમેરા લગાવાયા છે, જેમાં ઘૂસણખોરીની માહિતી તાત્કાલિક મળી જશે.
2025માં 440 બાંગ્લાદેશીની ધરપકડ
ડેટા મુજબ, બીએસએફએ 2025માં 8.5 કરોડ રૂપિયાના મૂલ્યના પશુઓ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયારો, દારુગોળો અને અન્ય તસ્કરીના સામાન જપ્ત કર્યા હતા. આ સમયગાળામાં તસ્કર અને ટાઉટ્સ સહિત 440 બાંગ્લાદેશી, 152 ભારતીય અને 11 અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 187 બાંગ્લાદેશી નાગરિકોને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ બાંગ્લાદેશને સોંપી દેવાયા હતા.
આ પણ વાંચો : માદુરોની ધરપકડ મુદ્દે UNમાં હોબાળો! અમેરિકાનો જવાબ સાંભળી ચીન-રશિયા ભડક્યા

