VIDEO: તૃણમૂલ સાંસદે સંસદમાં ધૂમ્રપાન કર્યું હોવાની ભાજપની ફરિયાદ, જાણો દોષિત જાહેર થશે તો શું થશે | TMC MP Kirti Azad E Cigarette Row Lok Sabha Footage Sent For Forensics

![]()
TMC MP Kirti Azad E-Cigarette Controversy : કેન્દ્ર સરકારે 2019માં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાગવ્યો છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે લોકસભા પરિસરમાં કથિત ઈ-સિગારેટ પીધી હોવાનું સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. આ મામલે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પરિસરના વીડિયો ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલે કડક કાર્યવાહી થઈ શકે છે.
ભાજપે વીડિયો જાહેર કર્યો
કીર્તિ આઝાદે 11 ડિસેમ્બર-2025ના રોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં બેસીને ઈ-સિગારેટ પીધી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે અનુરાગ ઠાકુરે (Anurag Thakur) લોકસભા સ્પીકરને ફરિયાદ કરી હતી. બીજીતરફ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ પણ તે વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો.
કીર્તિ આઝાદની કરતૂતનો CM મમતા જવાબ આપે
અમિત માલવિયા (Amit Malviya)એ દાવો કર્યો છે કે, ‘કીર્તિ આઝાદે લોકસભામાં ઈ-સિગાર પીધી હતી. ઘટનાની તપાસ કરવા માટે લોકસભા પરિસદના સીસીટીવી ફુટેજ ફોરેન્સિંક તપાસ માટે મોકલાયા છે. ગૃહમાં ઈ-સિગારેટ છુપાવીને રાખવી ગેરકાયદે છે. ગૃહમાં ધ્રૂમ્રપાન ન કરી શકાય. ટીએમસી સાંસદના કરતુત પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ જવાબ આપવો જોઈએ.’
આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ
ક્રીતિ આઝાદ સસ્પેન્ડ થશે, સંસદીય સભ્યપદ ગુમાવશે ?
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ‘ઇલેક્ટ્રોનિક સિગારેટ નિષેધ અધિનિયમ 2019’ હેઠળ દેશમાં ઈ-સિગારેટ બનાવવી, વેચવી કે પ્રચાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેનું ઉલ્લંઘન કરવા બદલ સજાની જોગવાઈ પણ કરાઈ છે. જો કીર્તિ આઝાદ (Kirti Azad) દોષિત જાહેર થશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં તેઓ સંસદીય સભ્યપદ પણ ગુમાવી શકે છે. જો પ્રથમવાર ઉલ્લંઘન થાય તો એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે, જ્યારે બીજીવાર ઉલ્લંઘન થાય તો સજા અને દંડ બંને વધારવામાં આવી શકે છે.



