વિશ્વને ખતરનાક સંદેશ… વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ક્યુબાના રાજદૂત ભડક્યા, ભારત પાસે માંગી મદદ | US Invade Venezuela Cuban Ambassador Asked India And Countries Together Stop America

![]()
Cuban Ambassador On India After Venezuela Controversy : ભારતમાં ક્યુબાના રાજદૂતે વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે આ કાર્યવાહીને ગુનાઇત અને આતંકી કૃત્ય ગણાવીને કહ્યું કે, અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ત્રીજી જાન્યુઆરીએ વેનેઝુએલામાં ઘૂસી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કર્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે જાહેર કરી છે કે, માદુરો અને ફ્લોરેસ વિરુદ્ધ ન્યૂયોર્કમાં માદક પદાર્થ-આતંકવાદના આરોપો મામલે કેસ ચલાવવામાં આવશે.
અમેરિકાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવાની જરૂર : ક્યુબાના રાજદૂત
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં ક્યુબાના રાજદૂત જુઆન કાર્લોસ માર્સેન એગુઈલેરાએ કહ્યું કે, ‘કોઈ એક દેશ અમેરિકાની એકતરફી કાર્યવાહીને ન અટકાવી શકે. અમેરિકાના પાગલપણાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવાની જરૂર છે. મારું માનવું છે કે, અમેરિકાએ વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરીને ગુનો કર્યો છે. આ એક આતંકી કૃત્ય છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાએ સંપ્રભુ દેશ વિરુદ્ધ એકતરફી કાર્યવાહી કરી છે.’
આ પણ વાંચો : ઈરાનમાંથી દેશનિકાલ કરાયેલા પ્રિન્સે ખામેનેઈનું વધાર્યું ટેન્શન, જાણો શું કહ્યું
કોઈ એક દેશ અમેરિકાને ન અટકાવી શકે : એગુઈલેરા
ક્યુબાના રાજદૂતે અમેરિકન ટેરિફ યુદ્ધ, ઈરાનને ધમકીઓ અને સૈન્ય હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે વિશ્વએ એક થવાની જરૂર હોવાની બાબત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, કોઈપણ એક દેશ અમેરિકાને અટકાવી ન શકે. તેમને અટકાવવા માટે તમામે એક થવું જરૂરી છે. આ એકતાનો સમય છે. અમેરિકાની આ કાર્યવાહીથી વિશ્વને એક ખતરનાક સંકેત મળ્યો છે.
વિશ્વને ભારતની જરૂર : ક્યુબાના રાજદૂત
ક્યુબાના રાજદૂતે વૈશ્વિક રાજનીતિમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મુકતા કહ્યું કે ‘અત્યારે દુનિયાને ભારતની અત્યંત જરૂર છે. ભારત એક મોટી શક્તિ તરીકે સંતુલન જાળવી શકે છે અને ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારત ભવિષ્યમાં વધુ મજબૂત બનીને ઉભરશે. અમને ભારતની જરૂર છે, જેનાથી આપણે તે સંતુલન બનાવી શકીશું, જે વિશ્વને જરૂર છે.’
આ પણ વાંચો : માદુરોની ધરપકડ મુદ્દે UNમાં હોબાળો! અમેરિકાનો જવાબ સાંભળી ચીન-રશિયા ભડક્યા



