गुजरात
નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Forest and Environment Department promotes 425 forest guards to VanPaal

Forest Department Promotion: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 425 વનરક્ષક (વર્ગ-3) ના કર્મચારીઓને વનપાલ (વર્ગ-3)ના પદ પર બઢતી અપાઈ છે.
આ સાથે કર્મચારીઓના પગાર ધોરણમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. અત્યાર સુધી વનરક્ષક તરીકે સેવા આપતા કર્મચારીઓ જે પે મેટ્રિક્સ લેવલ-1 (₹ 18,000 – 56,900) માં હતા, તેઓને હવે વનપાલ તરીકે પે મેટ્રિક્સ લેવલ-4(₹ 25,500 – 81,100) મુજબ પગાર મળવાપાત્ર થશે. જુઓ સમગ્ર યાદી
















