गुजरात

મઘરીખડા ગામ નજીક ‘અમરદીપ હોટલ’ પર તંત્રએ જેસીબી ફેરવી દીધું | The authorities diverted a JCB at ‘Amardeep Hotel’ near Maghrikhad village



ચોટીલા હાઈવે પર મેગા ડિમોલિશન

હોટલ, દુકાન અને અન્ય પાકા બાંધકામો તોડી પાડી અંદાજે રૃ.૧૬.૩૭ કરોડની ૧૦ એકર જમીન ખુલ્લી કરાવાઈ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે પર વર્ષોથી સરકારી જમીન પર ધમધમતી હોટલો વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કરી છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે હાથ ધરેલી તપાસમાં અનેક ગેરકાયદેસર બાંધકામો સામે આવ્યા હતા, જેના પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મઘરીખડા ગામ પાસે આવેલી ‘અમરદીપ હોટલ’ પર તંત્રએ જેસીબી ફેરવી દીધું હતું. તપાસમાં છત્રજીતભાઈ ખાચર નામના વ્યક્તિએ અંદાજે ૧૦ એકર સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો હતો. તંત્રએ હોટલ, પંચરની દુકાન અને અન્ય પાકા બાંધકામો તોડી પાડી અંદાજે રૃ. ૧૬.૩૭ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી.

તંત્રની ટીમે આ ગેરકાયદે બાંધકામ કેટલા સમયથી હતું તેની તપાસ કરી, હોટલ માલિક પાસેથી વાષક બિનખેતીના જંત્રીના ૧% લેખે વસૂલાત કરવાની પ્રક્રિયા શરૃ કરી છે.



Source link

Related Articles

Back to top button