गुजरात

બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂ. 121 કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે | a modern jetty and harbor will be built at a cost of Rs 121 crore in Jakhau Port



બ્લૂ ઇકોનોમી એટલે શું ? બ્લૂ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાડાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આથક માળખાનો સમાવેશ થાય છે. જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. 

 ભુજ, : આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લૂ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાંબ્લૂ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આથક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃતિ ૧૧ થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સીવીડ ફામગ ક્ષેત્રે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિને વૈશ્વિક સ્તરે પ્રદશત કરાશે. કચ્છના કિનારાથી લઇને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત 430 કિ.મી વિસ્તારમાં સી-વીડની ખેતી ઝડપથી વિકાસ પામી રહી છે. 

સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ, બ્લૂ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનું નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લૂ રિવોલ્યુશન લાવી રહી છે. હરિત સાગર ગાઇડલાઇનસ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ મહત્વપૂર્ણ પગલું છે. 

મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી  કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલાજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આથક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.

દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ ની ભારપૂર્વક હિમાયત કરી હતી.હેઠળ મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર અસરકારક પગલાં લીધાં છે. જે હેઠળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરમાં રૂ. 121 કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી જેટી તથા હાર્બર બનવા જઈ રહ્યું છે. તે જ રીતે અન્ય બંદરો પણ ગ્રીન એનર્જી, ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button