दुनिया
એકતરફી દાદાગીરી નહીં ચાલે વેનેઝૂએલાના સંકટ અંગે શી-જિનપિંગે ટ્રમ્પને આપેલી ચેતવણી


– ચીનને વેનેઝૂએલા સાથે સારા સંબંધો છે
– ટ્રમ્પે કોલંબિયાને પણ ધમકાવ્યું છે : ગ્રીન લેન્ડ હસ્તગત કરવાની વાત કરી છે : આ સાથે યુરોપીય યુનિયન પણ ટ્રમ્પની સામે પડયું છે : ગ્રીનલેન્ડે વિરોધ કર્યો છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝૂએલાના પ્રમુખની ધરપકડ કરી વિશ્વ રાજકારણનો મધપૂડો છંછેડી દીધો છે. આટલું ઓછું હોય તેમ તેણે વેનેઝૂએલાનાં નવા નિયુક્ત પ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સને પણ ધમકી આપી દીધી છે. કોલંબિયાને પણ ‘લાલ આંખ’ દેખાડી દીધી છે, તો ગ્રીનલેન્ડ પણ હસ્તગત કરવાની ખ્વાહીશ જાહેર કરી. યુરોપીય સંઘને છંછેડી દીધું છે.



