गुजरात

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 10 units spreading dirt in Ahmedabad issues notices to 400 units


AMC Action On Spreading Dirt Unit In Ahmedabad : અમદાવાદ શહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં AMC દ્વારા શહેરના પશ્ચિમ, ઉત્તર સહિતના ઝોન સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક ઝુંબેશ અને ગંદકી ફેલવવાને લઈને પાન-ગલ્લા, ચાની કિટલ સહિતના 500થી વધુ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી-ન્યુસન્સ ફેલાવતા 400થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ 10 જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે AMCએ રૂ.3.57 લાખથી વધુ દંડ વસૂલ્યો હતો.

ગંદકી ફેલાવતા 10 એકમો સીલ

AMC મુજબ, અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આજે(5 જાન્યુઆરી) ગંદકી ફેલાવનાર એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં કુલ 234 યુનિટ ચેક કરતાં 144 જેટલા એકમોને ગંદકી ફેલાવવાના અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે નોટિસ ફટકારીને 2.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો 2 - image

આ પણ વાંચો: વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા મિત્રોનો જીવ લીધો’

જ્યારે ઉત્તર ઝોનમાં ગંદકી ફેલાવતા 265 એકમોને નોટિસ આપીને રૂ.82,700 દંડ વસૂલ કર્યો હતો. તેમજ 4 એકમોને સીલ કર્યા હતા. 



Source link

Related Articles

Back to top button