राष्ट्रीय

તોડબાજ ઇન્દ્રજીતને ત્યાંથી ઇડીને કરોડો રોકડા, સુટકેસ ભરીને હીરા-સોનું મળ્યા | ED found crores of cash suitcases filled with diamonds and gold from the vandal Indrajeet’s place



– ઇન્સ્ટા પર 12 લાખ ફોલોઅર્સ, ઇન્ફ્લૂએંસર નહીં ક્રિમિનલ નીકળ્યો

– ડરાવી ધમકાવી કંપનીઓની કરોડોની લોન રિકવર કરાવતો, બદલામાં મોટું કમિશન લેતો, ખંડણીખોર ઇન્દ્રજીત હાલ યુએઇમાં    

નવી દિલ્હી : કેન્દ્રીય એજન્સી ઇડીને દરોડા દરમિયાન કરોડો રૂપિયા રોકડા, હીરા અને સોનાથી ભરેલી સુટકેસ મળી આવી છે. બુધવારે ઇડીની ટીમ દિલ્હીમાં એક મકાનમાં દરોડા પાડવા પહોંચી હતી, આ દરમિયાન ૫.૧૨ કરોડ રૂપિયા રોકડા, ૮.૮૦ કરોડ રૂપિયાની જ્વેલરી, હીરા, સોનું ભરેલી સુટકેસ મળી આવી છે. આ તમામ રૂપિયા ધાક ધમકીથી લોન રીકવરીનું કમિશન, ખંડણી વગેરેના હોવાના અહેવાલો છે. 

હરિયાણાના ઇન્દ્રજીત યાદવ સામેની મની લોન્ડરિંગની તપાસને લઇને ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. જે ઘર પર દરોડા પાડવામાં આવ્યા તે અમન કુમારનું હોવાનું સામે આવ્યું છે. 

અમન કુમાર ઇન્દ્રજીત સાથે કામ કરતો હતો. બુધવારે સવારથી બેંકના કર્મચારીઓ રોકડા રૂપિયાની ગણતરી કરવાના મશીન લઇને પહોંચી ગયા હતા. રોકડા રૂપિયા, સુટકેસ ભરીને જ્વેલરી, સોનું, હીરા વગેરે ઉપરાંત એક બેગ ભરીને ચેકબૂક અને ૩૫ કરોડ રૂપિયા સાથે સંકળાયેલા અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. 

ઇન્દ્રજીત યાદવ પર ખંડગણી સહિતના અનેક ગુનાના આરોપો છે. તેની સામે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કુલ ૧૪ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની કાર્યવાહીશરૂ કરી છે. ઇડીએ અત્યાર સુધીમાં ગુરગ્રામ, રોહતક, દિલ્હી સહિત અનેક સ્થળોએ દરોડા પાડયા છે. 

જેમ રેકોર્ડ્સ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. નામની કંપની ધરાવતો ઇન્દ્રજીત યાદવ કરોડો રૂપિયાની લોનની લેવડદેવડમાં દખલ દેતો હતો અને ધાક ધમકી પણ આપતો હતો. કંપનીઓ પાસેથી બદલામાં ઇન્દ્રજીત કરોડો રૂપિયાનંુ કમિશન પણ લેતો હતો.  એવા અહેવાલો છે કે ઇન્દ્રજીત યાદવ હાલ ભાગેડુ છે અને યુએઇમાંથી પોતાનો ગેરકાયદે ધંધો કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ઇન્દ્રજીત ઇન્સ્ટાગ્રામ પણ સક્રિય છે, જ્યાં તેના ૧૨ લાખ ફોલોઅર્સ છે. તે ખુલ્લેઆમ વૈભવી જીવન જીવી રહ્યો છે.   



Source link

Related Articles

Back to top button