गुजरात
વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર બે દુકાનદાર પકડાયા | Two shopkeepers arrested for using glass in kite reels At Vadodara

![]()
Vadodara Police : ઉતરાયણ પર્વ દરમિયાન દોરી માંજવા માટે ઉપયોગમાં લેવાતા કાચ ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક નાના વેપારી તેનો ઉપયોગ કરતા હોવાથી પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, અકોટામાં દિનેશ મિલ પાછળ કરણ માંજાના નામે દોરી માંજતા પંકજ કરણસિંહ મહાવત (પટેલ ચાલી, દિનેશ મિલ પાસે) ને ત્યાં તપાસ કરતા પાંચ કિલો જેટલો પ્રતિબંધિત કાચ મળી આવ્યો હતો. જેથી પોલીસ કમિશનરના જાહેરનામા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આવી જ રીતે છાંડી રોડ પર ગુરુ નાનક ત્રણ રસ્તા પાસે તિરંગા પતંગ દોરા સ્ટોરના નામે રીલ માંજવાનું કામ કરતા એહમદ હુસેન ગનીમિયા કાજી (ગુરુનાનક નગર, જુના છાણી રોડ) પાસેથી પણ પાંચ કિલો કાચ મળી આવતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.



