ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ વધારી દઈશું | Donald Trump’s another threat to India may increase tariffs on buying Russian oil

Donald Trump Threat India : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે જો નવી દિલ્હી રશિયાના ઓઈલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો ભારતથી થતી આયાત પર વર્તમાન ટેરિફના દરોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે. ટ્રમ્પે એક જાહેર સંબોધનમાં આ ધમકી આપી હતી.

ભારતને ચોખ્ખી ધમકી
ભારત દ્વારા રશિયાના ઓઈલની આયાત વિશે બોલતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અસલમાં તે મને ખુશ કરવા માગતા હતા. પીએમ મોદી એક સારી વ્યક્તિ છે. તે એક સારા માણસ છે. તે જાણતા હતા કે હું નારાજ છું. મને ખુશ કરવો જરૂરી હતું. હવે અમે જલદી જ તેમના પર ટેરિફ ઝીંકીશું.
ભારત પર 50% ટેરિફ ઓગસ્ટ 2025માં લગાવ્યો હતો
ટ્રમ્પ ભારત અને રશિયા વચ્ચે થઈ રહેલા ઓઈલ વેપાર વિશે વાત કરી રહ્યા હતા જેનો અમેરિકા લાંબા સમયથી વિરોધ કરે છે. ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ બમણો કરીને 50% કરવા પાછળ રશિયા સાથે ઓઈલ વેપારને એક મોટું કારણ માનવામાં આવ્યું હતું.



