गुजरात

બોટાદના DSO ને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ | Botad DSO assigned the responsibility of Deputy Commissioner of Surendranagar Municipal Corporation



– નવા વર્ષે GAS ના અધિકારીઓના બદલી-નિમણૂકના આદેશ

– સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડાની બોટાદ ડીએસઓ તરીકે બદલી કરાઇ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડાની બોટાદ ડીએસઓ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે બોટાદના ડીએસઓ જી.કે.મકવાણાને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષના આરંભે વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય વહીવટ વિભાગે ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકો કરવામાં આવી છે. 

સુરેન્દ્રનગર મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં વહીવટી વિભાગમાં વર્ગ-૦૧માં ફરજ બજાવતા ૦૬ ઉચ્ચ અધિકારીઓની જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડાની ડીએસઓ બોટાદ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ બોટાદના ડીએસઓ જી.કે. મકવાણાની સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છેકે ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા અવારનવાર પોતાની કામગીરી અને સંકલનના અભાવને કારણે વિવાદમાં રહેતા હતા ત્યારે હવે તેમની બદલીનો ગંજીપો ચીપાતા અનેક ચર્ચાઓએ પણ જોર પકડયું છે.



Source link

Related Articles

Back to top button