मनोरंजन

સુધા ચન્દ્રનને ધાર્મિક પ્રસંગે માતાજી આવ્યાં, વિડીયો વાયરલ | Sudha Chandran’s mother came to visit her on a religious occasion video goes viral



– પીઢ અભિનેત્રી એકદમ ભાવાવેશમાં આવી ગઈ

– તેને સંભાળવાની મથામણમાં એક વ્યક્તિને બચકું ભરવાનો પણ પ્રયાસ

મુંબઈ: પીઢ અભિનેત્રી સુધા ચન્દ્રનનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેને એક ધાર્મિક પ્રસંગ દરમિયાન માતાજી આવ્યાં હોય તેમ તે અતિશય ભાવાવેશમાં આવી ગઈ હોવાનું જણાય છે. એકદમ બેકાબુ બની ગયેલી સુધા ચન્દ્રનને કેટલાક લોકોએ સંભાળવાની કોશીશ કરી હતી. આ દરમિયાન તેણે એક વ્યક્તિને હાથ પર બચકું ભરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. 

ધાર્મિક પ્રસંગ દરમિયાન તે વધારે પડતી ભાવુક થઈ ગઈ હતી અને સુધબુધ ગુમાવી બેઠી હતી તેમ કેટલાક ભક્તોએ જણાવ્યું હતું. કદાચ તેને પોતાને પણ તેની આ સ્થિતિનો ખ્યાલ ન હતો રહ્યો. 

આ વિડીયો પર અનેક લોકો રિએક્ટ કરી રહ્યા છે. કેટલાય લોકોએ સુધા અતિશય ધાર્મિક અને સંવેદનશીલ વ્યક્તિ હોવાનું જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે સુધા ચન્દ્રન ભારતીય સિને અને અભિનયજગતનું એક આદરણીય નામ ગણાય છે. એક પગ ગુમાવ્યા પછી પણ તેણે પોતાની નૃત્ય સાધના  ચાલુ રાખી હતી અને બાદમાં સંખ્યાબંધ ટીવી  સિરિયલોમાં દમદાર અભિનય  કરી મોખરાનું સ્થાન મેળવ્યું  છે. 



Source link

Related Articles

Back to top button