राष्ट्रीय

ઈન્ટરનેટ પર વીડિયો લીક થયો છે? ડરશો નહીં, આ રીતે તરત ડિલીટ કરાવી શકશો | private mms video viral online social media leaked video removed


Leaked Video Removed Tricks: આજના આ ડિજિટલ યુગમાં કોઈ પ્રાઈવેટ MMS કે ખાનગી વીડિયોનો ઈન્ટરનેટ પર વાઈરલ થવાના સમાચાર સામે આવતા રહે છે. ઘણી વાર જોવા મળે છે કે કોઈના ખાનગી વીડિયો અથવા ફોટા તેની મંજૂરી વિના શેર કરી દેવાય છે, જેને લઈને સંબંધિત વ્યક્તિના માનસિક અને સામાજિક સ્તર પર ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે.

ઘણીવાર આવી સ્થિતિમાં વ્યક્તિ આપઘાત પણ કરી લે છે. જોકે, આપઘાત કોઈ ઉકેલ નથી. કારણ કે, ઇન્ટરનેટ પર લીક થયેલા પ્રાઇવેટ MMS અથવા વીડિયોને ઇન્ટરનેટથી હટાવી શકાય છે. જો કે, તેના માટે તમારે તરત જ યોગ્ય પગલાં લેવાની જરૂર છે. StopNCII.org જેવા પોર્ટલ પર જઈને વીડિયોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.

ઈન્ટરનેટ પર વીડિયો લીક થયો છે? ડરશો નહીં, આ રીતે તરત ડિલીટ કરાવી શકશો 2 - image

આ પણ વાંચો: થઈ જાઓ તૈયાર, ઇન્સ્ટાગ્રામ રીલ્સ હવે જોઈ શકાશે ટીવી પર !

તમારી સંમતિ વગર તમારા પ્રાઈવેટ ફોટો અથવા વીડિયો કોઈ પણ વ્યક્તિએ વાઈરલ કર્યા હોય તો આ સ્થિતિમાં તમે તે ફોટો અથવા વીડિયો હટાવવા માટે StopNCII.org ની મદદ લઈ શકો છો. તે Stop Non Consensual Intimate Image Abuse નામની એક ઇન્ટરનેશનલ ચેરિટીનો ભાગ છે.

તમે આ સંદર્ભમાં કાનૂની સહાય પણ મેળવી શકો છો. કોઈની સંમતિ વિના તેનો ફોટો અથવા વીડિયો વાયરલ કરવો એ કાનૂની ગુનો છે. જો કોઈ આવું કરતા પકડાય છે, તો તેની સામે IT એક્ટ 2000 ની કલમ 66E હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે.

આ કલમ હેઠળ, જે વ્યક્તિ ઇન્ટરનેટ પર ફોટો કે વીડિયો વાયરલ કરે છે તેને ત્રણ વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. તમે આ અંગે રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર પણ ફરિયાદ કરી શકો છો.

તમારી પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પણ છે. તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ cybercrime.gov.in પર જઈને બ્લેકમેઇલિંગની ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવ્યા પછી સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: મસ્કની કંપની સ્ટારલિંક તેની હજારો સેટેલાઇટ્સ ઓરબિટમાં નીચે લાવી રહી છે, જાણો કારણ…



Source link

Related Articles

Back to top button