૩૦થી ૫૦ વર્ષ જુની પાણી-ગટરની લાઈનના કારણે અમદાવાદના ૧૫૦થી વધુ સ્પોટ ઉપર ઈંદોરવાળી થવાની સંભાવના | Due to 30 to 50 year old water and sewer lines

![]()
અમદાવાદ,શનિવાર,3
જાન્યુ,2025
સ્વચ્છતામાં દેશના સૌ પ્રથમ શહેર એવા ઈન્દોર અને અમદાવાદની પરિસ્થિતિમાં
બહુ તફાવત નથી.અમદાવાદના ચાર ઝોનમાં ૧૫૦થી
વધુ સ્પોટ એવા છે કે,જયાં ૩૦થી
૫૦ વર્ષ જુની પાણી અને ડ્રેનેજની લાઈન આવેલી છે. પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે જે
તે વિસ્તારના લોકોના પેટમાં ગરબડ થવા સહિતની તકલીફ રોજની બની ગઈ છે. આમ છતાં કોર્પોરેશનના
સત્તાધીશો રુપિયા એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી પીશે.
શહેરમાં કોટ વિસ્તાર સહિતના મધ્યઝોન ઉપરાંત દક્ષિણ તથા
પૂર્વ અને ઉત્તરઝોનમાં મોટાભાગે પોળ અને
ચાલી વિસ્તાર આવેલો છે. આ એવા વિસ્તાર છે કે જે સાંકડા રસ્તા ઉપર આવેલા છે.વર્ષો
પહેલા અમદાવાદમાં બનેલી ચાલીઓના મકાન નીચેથી પણ જે તે વિસ્તારની કોર્પોરેશનની પાણી
કે ડ્રેનેજની લાઈન આવેલી છે.આ પ્રકારના સ્પોટ ઉપર ગટર ઉભરાવી, ડ્રેનેજના પાણી
બેક મારવાથી લઈ પ્રદૂષિત પાણી આવવુ અથવા તો પાણીમાં વાસ આવવી જેવી સમસ્યાનો
વર્ષોથી કોઈ કાયમી ઉકેલ કોર્પોરેશન લાવી શકયુ નથી.આ માટે તંત્રની દલીલ છે કે, જો પ્રદૂષિત
પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો જે તે વિસ્તારની ચાલીના મકાન તોડી નીચે
રહેલી પાણી કે ડ્રેનેજની લાઈન નવી નાંખવી પડે.તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ
પહેલા કોટ વિસ્તારમાં વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા રુપિયા ૩૦૦ કરોડથી
વધુનુ પેકેજ ફાળવ્યુ હતુ.જેનો હાલમા પણ પુરો અમલ કોર્પોરેશન કરી શકયુ
નથી.મધ્યઝોનમાં મંથરગતિથી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની કામગીરી ચાલી રહી છે.આ
કામગીરી પુરી થતા હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.ત્યાં સુધી લોકોને હેરાન
થવુ જ પડશે.
પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા ઝોન દીઠ વાર્ષિક ૫થી ૭
કરોડનો ખર્ચ
શહેરના સાત પૈકી ચાર ઝોનમાં આવેલા મોટાભાગના સ્પોટ ઉપર
પ્રદૂષિત પાણી આવવાની રોજ મોટી સંખ્યામાં
કોર્પોરેશનને ફરિયાદ મળે છે. પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા પાણી કે ડ્રેનેજની
લાઈનના લીકેજીસના સમારકામ કરવાથી લઈ જયાં સુધી પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલાય નહીં
ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોને પીવાનુ પાણી ટેન્કરથી પુરુ પાડવામાં આવે છે.આ
તમામ કામગીરી ઝોન કક્ષાએ વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ આપીને કરાવવામા આવે છે.જેની પાછળ
ઝોન દીઠ અંદાજિત વાર્ષિક રુપિયા ૫થી ૭ કરોડનો ખર્ચ કરવામા આવે છે.
લીકેજીસના સમારકામમાં સીસુ ભરાતુ નહીં હોવાની લોકોની ફરિયાદ
અગાઉના વર્ષોમાં શહેરમાં પાણી કે ડ્રેનેજ લાઈનના લીકેજીસના
સમારકામ સમયે કોન્ટ્રાકટરના માણસો દ્વારા સીસુ ભરવામા આવતુ હતુ. છેલ્લા કેટલાક
સમયથી અનેક સ્પોટ ઉપર લીકેજીસના સમારકામ સમયે સીસુ ભરાતુ નહીં હોવાથી અઠવાડીયા પછી
ફરી પ્રદૂષિત પાણી આવતુ હોવાની લોકો તરફથી ફરિયાદ તંત્ર સમક્ષ કરાઈ રહી છે.તંત્રના
જે અધિકારીઓને સુપરવિઝન કરવાનુ હોય તે પણ કામગીરી સમયે હાજર રહેતા નહી હોવાથી
કોન્ટ્રાકટરના માણસો વેઠ ઉતારીને જતા રહેતા હોવાની વ્યાપક ફરિયાદ છે.
પ્રદૂષિત પાણીની સમસ્યા વાળા કયાં-કેટલા સ્પોટ?
ખાડીયા,
સારંગપુર,દોલતખાના, કાકાબળીયાની પોળ, રતનપોળ, ભજ ગોવિંદની ખડકી,સારંગપુર,જયેન્દ્ર
પંડીત નગર, પંચમુખી
મહાદેવની ચાલી, સારંગપુર
પુલ નીચે, રાયપુર
દરવાજા બહાર
જમાલપુર,ટોકરશાની
પોળ, સોદાગરની
નાની અને મોટી પોળ, મોરકસવાડ,મિરઝાપુર, લોધવાડ, જાન સાહેબની ગલી, શાહપુર મિલ
કમ્પાઉન્ડ,ભીલ વાસ,સુલેહખાના,કડવા શેરી, કાચની મસ્જિદ, સિંધી વાડ
શાહપુર,ગવર્મેન્ટ
કોલોનીના મોટાભાગના બ્લોક,ભગુભાઈની
ચાલી,ઈન્દિરાનગરના
છાપરાં,બાપાલાલની
ચાલી,આલમપુરા
બાપુનગર,ગુજરાત
હાઉસીંગ બોર્ડ
સરસપુર,શારદાબેન
હોસ્પિટલ આસપાસ, મેજિસ્ટ્રેટની
ચાલી, દુલાભાઈની
ચાલી, જાલમપુરીની
ચાલી,પઠાણની ચાલી,પરમાનંદની ચાલી, સુલેમાનની ચાલી,જી.એમ.કમ્પાઉન્ડ, દામોદરના છાપરાં
બહેરામપુરા,ફતેહનગર,ફૈઝલનગર,બોમ્બે હોટલ
આસપાસ, મહારાજની
ચાલી, વણકર વાસ, ચામુંડાનગર, રામાપીરની ચાલી, છગન રબારીની ચાલી,૪૨ની ચાલી,દશામાનો ચોક,રામ રહીમનો ટેકરો,સંતોષ નગર,પેટલાદ વાળી ચાલી,જીતુભગત
કમ્પાઉન્ડ, પાનવાળી
ચાલી
દાણીલીમડા,મજૂર ગામ, મજૂર ગામની ચાલી,છોટુભાઈની ચાલી, પરિક્ષિત લાલ નગર, સાકળચંદ મુખીની
ચાલી,હનુમાનની
ચાલી, મિલ્લત
નગર,વીરમાયા
નગર,જેનબ
બીબીની ચાલી,રહીમ ભાઈની ચાલી
વટવા,સૈયદવાડી, વટવા ગામ તલાવડી
આસપાસનો વિસ્તાર, નારોલ
ગામ, નારોલ
કોર્ટની આસપાસનો વિસ્તાર,ખાનવાડી
ગોમતીપુર,નુરભાઈ
ધોબીની ચાલી,સુવા
પંખની ચાલી, સુંદરમ
નગર
પાણીજન્ય રોગની સ્થિતિ
રોગ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫
ઝાડાઉલ્ટી ૬૮૪૭ ૯૯૭૯ ૫૬૧૦
ટાઈફોઈડ ૪૩૦૮ ૫૩૩૫ ૩૮૦૭
કમળો ૧૭૩૯ ૩૩૭૪ ૨૮૫૯
કોલેરા ૯૫ ૨૦૨ ૧૦૩
કલોરીન ટેસ્ટની સ્થિતિ
વર્ષ,૨૦૨૩ , ટેસ્ટ-૧૭૫૩૫૯, કલોરીન નીલ-૪૨૩૬
વર્ષ,૨૦૨૪, ટેસ્ટ-૪૦૭૫૩૮, કલોરીન નીલ-૫૭૭૯
વર્ષ,
૨૦૨૫, ટેસ્ટ-૫૨૨૪૩૧, કલોરીન નીલ- ૭૫૧



