मनोरंजन

સિદ્ધાંત ચતુર્વેદી અને અલિજેહ અગ્નિહોત્રી ફ્રાંન્સીસી ફિલ્મના રીમેકમાં | Siddhant Chaturvedi and Alizeh Agnihotri in the remake of the French film



– લા ફેમિલ બેલિયરની હિંદી રીમેકેનું દિગ્દર્શન વિકાસ બહેલનું છે

મુંબઇ : સિદ્ધાંત ચતુર્વેદી અને અલીજેહ અગ્નિહોત્રી ફ્રાંસીસી ફિલ્મ લા ફેમિલ બેલિયરની હિંદી રીમેકમાં જોવા મળવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહેલનું છે. 

આ એક સંગીતમય ડ્રામા ફિલ્મ બનશે જેમાં પરિવાર, કિશોરાવસ્થાથી વયસ્તમાં પ્રવેશ જેવા વિષયો દર્શાવામાં આવે તેવી શક્યતા છે. 

ફિલ્મની વાર્તા એક ૧૬ વર્ષીય યુવતીની આસપાસ ફરે છે. જે પોતાના બધિર માતા-પિતા માટે દુભાષિયાનું કામ કરે છે. તેના સંગીત શિક્ષકને તેની સંગીતની પ્રતિભાની જાણ થાય છે ત્યારે તેને પોતાના શમણાં પુરા કરવા અને પરિવારનો સહારો બનવાની વચ્ચે પસંદગી કરવાનો સમય આવે છે. 

સૂત્રે જણાવ્યું હતું કે, આ એક સંગીતમય ફિલ્મ છે, જે સંજય લીલા ભણશાલીની ખામોશી શૈલીમાં બની છે. 



Source link

Related Articles

Back to top button