गुजरात

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car parking was shaken



રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં ઘટનાથી ચકચાર  : ડ્રાઈવરનું કૃત્ય કેમેરામાં કેદ થયું : કાર રિવર્સમાં લેતા થાંભલા સાથે અથડાતાં થાંભલો ઉખેડી નાંખવા પ્રયાસ

રાજકોટ, : અહીંના રેસકોર્સમાં એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે મર્સીડીઝ કાર કે જેના ઉપર પૂર્વ એમ.એલ.એ.લખાયું હતું અને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા દ્વારા તેનો ઉપયોગ થતો હોવાનું જણાવાયું છે તે કારના ડ્રાઈવરને નડતરરૂપ થતું સાઈનબોર્ડ થાંભલા સાથે ઉખેડી નાંખવા તેને હલબલાવી નાંખ્યાના દ્રશ્યો આજે વાયરલ થતા ચકચાર જાગી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કારમાં આ વખતે વજુભાઈ બેઠા ન્હોતા અને ડ્રાઈવર તેમની મર્સીડીઝ કાર રિવર્સમાં લઈને પાર્ક કરવા જતા મનપાના સાઈનબોર્ડ સાથે થોડી અથડાતા પોતાના ડ્રાઈવીંગ ઉપરને બદલે બોર્ડ ઉપર ગુસ્સો ઠાલવતા હોય તેમ આખા થાંભલાને ઉખેડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વજુભાઈના નજીકના સૂત્રો અનુસાર ડ્રાઈવર કાર અથડાતા થાંભલો ઉખડી ગયો કે નહીં તે જોવાનો પ્રયાસ કરતો હતો. 

પરંતુ, થાંભલો પાર્કિંગમાં નડતરરૂપ હતો તો મહાપાલિકાને ફરિયાદ કરવાને બદલે જાતે ઉખેડવાના આ કૃત્યના વિડીયોક્લીપ વાયરલ થતા વિરોધ ઉઠયો છે અને કોંગ્રેસના કાર્યકરોએ આ થાંભલો ફરી ત્યાં જમીન સાથે જોડાયેલો રહે તેવું રિપેરીંગ કરીને  વિરોધ વ્યક્ત કર્યો હતો. 



Source link

Related Articles

Back to top button