गुजरात

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the season in Saurashtra Kutch Rajkot 9 Naliya 7



પૂર્વ અને ઉત્તર ભારતમાં ધુમ્મસ- શીતલહરનું મોજું ફરી વળતાં બે દિવસમાં જૂનાગઢ, કેશોદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પારો 7 સે.ગગડ્યો : અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 4 સે. તાપમાન ઘટયું

રાજકોટ, : શિયાળાના અઢી દરમિયાન એકંદરે ગુલાબી ઠંડી વચ્ચે મિશ્ર હવામાન રહ્યા બાદ આજે શિશિર ઋતુમાં ગુજરાત પર પૂર્વ અને પૂર્વોત્તર દિશાના હિમાલયના બર્ફીલા પવનો ફરી વળતા પોષ સુદ પુનમના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છે સીઝનની પ્રથમવાર કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પારો ગગડતા અને દિવસનું મહત્તમ તાપમાન પણ 28-29 સે.થી નીચું રહેવા સાથે બર્ફીલા પવન ફૂંકાતા રાજ્યભરમાં શિયાળાના અસલી મિજાજની અનુભૂતિ થઈ હતી. 

રાજકોટમાં બે દિવસમાં સવારના તાપમાનમાં 7 સે.નો તોતિંગ ઘટાડા સાથે નલિયાને બાદ કરતા રાજ્યમાં સૌથી નીચું તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે જુનાગઢમાં પણ ગુરુવારે 18.9 સે.તાપમાન આજે ઘટીને 10.7 સે. સાથે 8 સે.નો ઘટાડો થતા અને ગીરનાર પર્વત ઉપર તો 5.7 સે.તાપમાન સાથે ધ્રજી ઉઠે તેવી ઠંડી પ્રસરી હતી.કેશોદમાં પણ 17 સે.નું તાપમાન ઘટીને 10 સે. સાથે 7 સે.નો ઘટાડો થતા એકંદરે  સમગ્ર સોરઠ પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ બે દિવસમાં પારો 18 સે.થી સીધો 11 સે.સુધી નીચો ઉતર્યો છે. 

નલિયામાં 7 ,કંડલા 9, ભૂજ 11 સે. સાથે સમગ્ર કચ્છ પંથકમાં રાજસ્થાન તરફથી ઠંડાગાર પવનોએ સવારે કાતિલ ઠંડીનો અનુભવ કરાવ્યો હતો.  ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં પણ અમદાવાદ,ગાંધીનગર, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ડીસા સહિત તમામ સ્થળે બે દિવસમાં તાપમાનમાં 4થી 5 સે.નો ઘટાડો થવા સાથે એકંદરે રાજ્યભરમાં લોકોએ સીઝનની પ્રથમ કડકડતી કહેવાય તેવી ઠંડી અનુભવી છે.



Source link

Related Articles

Back to top button