दुनिया

ઇરાનમાં વણથંભ્યા આંદોલનો : મૃત્યુઆંક વધીને 10 થયો : તે વધવા સંભવ | Unstoppable protests in Iran: Death toll rises to 10: It is likely to rise



– અમે શાંતિમય દેખાવકારોની મદદે જઈશું : ડોનાલ્ડ ટ્રમ્પ

– ‘મહિલા અધિકાર’ માટે લડત આપનારા મહિલા અમીનીના કસ્ટડીમાં થયેલા મૃત્યુ પછી ફાટી નીકળેલા તોફાનો કરતા આ વખતના તોફાનો ખતરનાક છે

દુબઈ (યુએઇ) : મોંઘવારી, બેકારી અને ઇસ્લામિક રીપબ્લિકની સરકાર દ્વારા કરાતી આડેધડ ધરપકડો સામે ફાટી નીકળેલો જ્વાળામુખી હજી શાંત નથી થયો મુલ્લાઓની જોહુકમી સામે વિદ્યાર્થીઓ, યુવાનો અને તેમની સાથે જન સામાન્ય પણ રણે ચઢ્યા છે. લોકો રસ્તાઓ ઉપર ધસી રહ્યા છે આથી પોલીસે ફરી એકવાર ગોળીબાર કરવાની ફરજ પડતા મૃત્યુઆંક વધીને ૧૦ પહોંચ્યો છે તેમ છતાં રમખાણો ‘મંદ’ થવાનું પણ નામ લેતા નથી આ સાથે એક તરફ મૃત્યુઆંક વધવા સંભવ છે તો બીજી તરફ તોફાનો પણ વધવા સંભવ છે. રમખાણો વણથંભ્યા ચાલુ રહેશે તેમ સ્પષ્ટ લાગે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, ‘તહેરાન શાંતિમય દેખાવો કરનારાઓની પણ હત્યા કરી રહ્યું છે, અમેરિકા તેઓની સહાયે દોડશે જ.’ જો કે, હજી તે સ્પષ્ટ નથી થયું કે ટ્રમ્પ ક્યારે અને કેવી રીતે ઇરાનની જનતાની સહાયે પહોંચશે સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, ઇરાને મધ્ય- પૂર્વ એશિયામાં રહેલા અમેરિકન દળો ઉપર હુમલા કરવાની ઇરાનના ઇસ્લામિક રીપબ્લિકે ધમકીઓ ઉચ્ચારે રાખી છે.

મોંઘવારી, બેકારી, ખાદ્યપદાર્થોની અછત ઉપરાંત આકાશને આંબી રહેલ દરેક ચીજોના ભાવો સામે યુવાનો, વિદ્યાર્થીઓ અને તેમની સાથે જનસામાન્ય પણ રીતસર રણે ચઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં મહિલાઓના અધિકારો અને બુરખા પ્રથા સામે પણ જબરજસ્ત આંદોલન ચલાવાય છે. ૨૨ વર્ષના વિદૂષી મહિલા અમીનીને પોલીસ કસ્ટડીમાં અમાનુષી માર મારી જન્નતનશીન કરાયા તે પછી (૨૦૨૨)માં ઇરાનમાં વ્યાપક વિરોધ વંટોળ આ ‘થિયોટિક’ ગવર્નમેન્ટ અને તેના નેતા આયોતોલ્લાહ ખામેની સામે જાગ્યો હતો. તે પછી આ વખતે (૨૦૨૫-૨૬)માં જાગેલા વિરોધ વંટોળે અત્યારે તો ખામેની સરકારના હાંજા ગગડાવી દીધા છે. તેમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સીધો જ હસ્તક્ષેપ કરવાની પણ ધમકી આપી છે. આયોતોલ્લાહ ખામેનીએ સામી ધમકી આપી છે. પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે.



Source link

Related Articles

Back to top button