વડોદરાના વાઘોડિયામાં પંચમહાલના યુવકનો મૃતદેહ મળ્યો, ચાર દિવસથી હતો ગુમ | Panchmahal youth body found in Waghodia Vadodara

![]()
Vadodara News : વડોદરામાં વાઘોડિયા શહેરના નવી નગરી પાછળના વિસ્તારના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયામાં નવી નગરી વિસ્તારની પાછળના તળાવમાં યુવકનો તરતો જોવા મળતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા
સમગ્ર મામલે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને ગુનો નોંધ્યો છે. યુવક પંચમહાલનો રહેવાસી હોવાનું જણાય છે, જે ચાર દિવસથી ગુમ હતો. જ્યારે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



