दुनिया

વેનેઝૂએલાનાં પાટનગર કારાકાસ ઉપર યુ.એસ.નો જોરદાર હુમલો : બોમ્બ ફેંક્યા | US launches massive attack on Venezuela capital Caracas: Bombs dropped



– દુનિયાભરમાં આંચકો : સલામતી સમિતિ તત્કાળ મળવા સંભવ

– કારાકાસમાં જ ફાયટર જેટ્સના સાત સ્થળોએ હુમલા આ પૂર્વે પણ આ પોર્ટ સિટીના એક ડૉક પર હુમલો કર્યો તે ડ્રગ લોડ કરવા વપરાતો

કારાકાસ : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકીના થોડા દિવસો પછી તુર્ત જ વેનેઝૂએલાનાં પાટનગર કારાકાસ પર અમેરિકી એરફોર્સે જોરદાર બોમ્બમારો શરૂ કરી દીધો છે. શહેરમાં ઓછામાં ઓછાં ૭ સ્થળોએ ધડાકા સંભળાયા હતા. કેટલાંયે વિમાનો તદ્દન ઓછી ઊંચાઈએ ઊડતાં દેખાતાં હતાં. ધડાકા સાંભળી લોકો ઘરની બહાર નીકળી સડકો ઉપર આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે વેનેઝૂએલાની કેટલીયે કંપનીઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકાના વિત્ત વિભાગે વેનેઝૂએલાની ઓઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ૪ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે. તેનાં તેલ વાહક ટેન્કરોને પણ વધારાનાં લીસ્ટમાં જોડી દીધાં છે. તેમાં, એરીઝ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એલ.ટી.ડી. કોર્નિઓલા લિમિટેડ, ક્રેમ માર્ટલ કંપની એલ.ટી.ડી. અને વિંકી ઇન્ટરનેશનલ લિમિટેડની સાથે જોડાયેલાં જહાજો ડેલા, વેલિયન્ટ, નોર્ડસ્ટાર અને રોઝલિંક સમાવિષ્ટ છે.

આ પૂર્વે સોમવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે યુ.એસ.એ. વેનેઝૂએલાના એક ડૉક ઉપર પણ હુમલો કર્યો હતો. તે ડૉકનો ઉપયોગ ડ્રગ્સ લોડ કરવા માટે થતો હતો.

અમેરિકાનો વેનેઝૂએલા પરનો સૌથી પહેલો હુમલો હતો. વેનેઝૂેલાનું અર્થતંત્ર તેલ નિકાસ પર જ નભે છે. તે તોડી નાખી તે દેશનું અર્થતંત્ર વેર-વિખેર કરવાની ટ્રમ્પની સીધી ગણતરી છે.

અમેરિકા કહે છે કે વેનેઝૂએલા અને ઇરાને ખૂબ મોટા પાયે બેલાસ્ટિક મિસાઇલ્સ અને ડ્રોન ટેકનિકનો વ્યાપાર કર્યો હતો. સાથે અમેરિકાએ કેરેબિયન વિસ્તારમાં યુદ્ધ જહાજો વધારી દીધાં છે. વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરો તેમનાં પત્ની સંતાનોની ધરપકડ પણ કરાઈ છે.

વિશ્લેષણકારોની સહજ ગણતરી છે કે અમેરિકાનાં આક્રમણથી દુનિયા ભરમાં આંચકો લાગ્યો જ હશે. સાથે ટૂંક સમયમાં જ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની બેઠક પણ મળવા સંભવ છે.

મોડેથી મળતા સમાચારો જણાવે છે કે એર-સ્ટ્રાઇક્સ પછી અમેરિકી દળો કારાકાસમાં ઉતર્યા હતાં અને પ્રમુખ નિકોલસ માદુરો તેમનાં પત્ની સંતાનો અને સાથીઓની ધરપકડ કરી તેઓને વિમાન દ્વારા દેશ બહાર લઇ જવામાં આવ્યાં છે. તેમ પ્રમુખ ટ્રમ્પે તેઓનાં રીપોર્ટ માર એ લાગોમાં જણાવ્યું હતું. તેઓ આજે (અમેરિકી સમય મુજબ) સવારે ૧૧ વાગે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે તેમ પણ તેઓએ ટ્રૂથ સોશ્યલ પર જણાવ્યું હતું.



Source link

Related Articles

Back to top button