दुनिया

અમેરિકાના હુમલા પહેલાં થોડા જ સમયે શી-જિનપિંગના વિશેષ દૂત માદુરોને મળ્યા હતા : ડ્રેગનને હુમલાની ‘ગંધ’ આવી ગઈ હતી ? | Xi Jinping special envoy met Maduro shortly before US attack: Did the dragon ‘smell’ of an attack



– ચીન કે વેનેઝૂએલા આવી કોઈ મિટીંગ થઈ હોવાનું સ્વીકારતાં નથી : ચીન અને ઈરાને, વેનેઝૂએલા સાથે ટ્રમ્પનાં તે પગલાંની ટીકા કરી

નવીદિલ્હી : અમેરિકાએ વેનેઝૂએલા પર રવિવારે હુમલો કર્યો હતો. સ્થાનિક મિડીયાએ જણાવ્યું હતું કે પાટનગર કારાકાસમાં આશરે ૭ ધડાકા સંભળાયા હતા. અમેરિકી એરફોર્સનાં વિમાનો વેનેઝૂએલાનાં આકાશમાં ઘૂમતાં રહેતાં હતાં. વેનેઝૂએલાની સરકારે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. નિકોલસ માદૂરો અને તેમનાં પત્ની તથા કુટુંબોઓની ધરપકડ કરી અમેરિકી દળો અજ્ઞાાત સ્થળે લઈ ગયા છે.

આ ખબરો વચ્ચે એક આંચકાજનક ખબર મળ્યા હતા કે માદુરોની ધરપકડ થઈ તેનાં થોડા કલાક પૂર્વે જ ચીનના પ્રમુખ શી-જિનપિંગના વિશેષ દૂત ક્યુશિઆઓયી માદુરોને મળ્યા હતા. જોકે વેનેઝૂયેલા કે ચીને આ અહેવાલને પુષ્ટિ આપી નથી.

સ્થાનિક મિડીયા રિપોર્ટ જણાવે છે કે સંભવત: ચીનને અમેરિકાના હુમલાની માહિતી અગાઉથી જ મળી ગઈ હશે. પરંતુ તે ઘણી મોડી મળી હોવા છતાં છેલ્લી મિનિટે માદુરોને ચેતવવા ચીને તેના ખાસ દૂતને તત્કાળ કારાકાસ મોકલ્યા હશે.

ઉલ્લેખનીય છે કે માદુરો એક ડાબેરી નેતા છે. તેને રશિયા અને ચીન સાથે તો મૈત્રી છે જ પરંતુ ઈરાન સાથે પણ મૈત્રી છે.

માદુરોની આ પ્રકારે કરાયેલી ધરપકડની વેનેઝૂએલા, રશિયા અને ચીન અને ઈરાને ઉગ્ર ટીકા કરી છે.



Source link

Related Articles

Back to top button