गुजरात

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપન | Ahmedabad News Shahibagh BAPS Swaminarayan Temple Vishvashanti Satsangdiksha Mahayag


Ahmedabad News: અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિકતા અને શાંતિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત ‘વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ’નું આજે શનિવારે ભવ્ય સમાપન થયું હતું. આ ઐતિહાસિક યજ્ઞમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ સમૂહમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપન 2 - image

12,000થી વધુ હરિભક્તોએ આપી આહુતિ

3 જાન્યુઆરી, શનિવારના રોજ આ મહાયાગનો દ્વિતીય અને અંતિમ દિવસ હતો. શાહીબાગ મંદિર દ્વારા આયોજિત આ વિરાટ આયોજનમાં 12,000 કરતા પણ વધુ યજમાન હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા અને હરિભક્તોએ પવિત્ર અગ્નિમાં આહુતિ અર્પીને ધન્યતા અનુભવી હતી.

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપન 3 - image

મહંત સ્વામી મહારાજનું દિવ્ય સાંનિધ્ય

આ મહાયાગની સૌથી મોટી વિશેષતા બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ હાજરી હતી. તેમના સાંનિધ્યમાં યજ્ઞનું સમાપન થતા ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સ્વામીજીએ આ અવસરે સૌને આશીર્વાદ આપતા વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું મંગળ થાય તેવી મંગલ કામના કરી હતી.

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપન 4 - image

ઐતિહાસિક અને વિરાટ આયોજન

અમદાવાદના આંગણે યોજાયેલો આ ‘સત્સંગદીક્ષા મહાયાગ’ તેની ભવ્યતા અને વ્યવસ્થાને કારણે ઐતિહાસિક બની રહ્યો હતો. હજારો લોકોના બેસવાની વ્યવસ્થા, યજ્ઞ કુંડની ગોઠવણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયેલી વિધિએ સંસ્થાની આયોજન શક્તિનો પરિચય આપ્યો હતો. ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના સિદ્ધાંતો મુજબ જીવન જીવવાના સંકલ્પ સાથે હરિભક્તોએ આ પવિત્ર કાર્યમાં જોડાઈને આત્મશાંતિનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર



Source link

Related Articles

Back to top button