गुजरात

સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલી | Surat News Surat Police Commissioner notification regarding Uttarayan festival



Surat News: ઉત્તરાયણ પર્વની મજા અબોલ પક્ષીઓ સજા બની જાય છે. અનેક એવી ઘટનાઓ છે જેમાં લોકોના ગળા પણ કપાઈ જાય છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરે લોકોની સુરક્ષા અને પશુ-પક્ષીઓના જીવ બચાવવા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર માર્ગો પર પતંગ ચગાવવા, સવારે 6 થી 8 પતંગ ચગાવવા તેમજ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર કડક પ્રતિબંધ લાગુ કર્યો છે. 

જાહેરનામામાં જણાવ્યા મુજબ હવે સુરતમાં, 

જીવલેણ દોરી નહીં વાપરી શકાય

નાયલોન, સિન્થેટિક મટીરિયલ, કાચનો ભૂકો કે લોખંડના પાઉડરથી કોટેડ કરેલી ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ

ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ

ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી અને ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડની આયાત કે વેચાણ કરી શકાશે નહીં.

ચાઈનીઝ તુક્કલ વેચનારા પર કડક કાર્યવાહી

આકાશમાં ઉડાડવામાં આવતા ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદવા, વેચવા કે ઉડાડવા પર સખત મનાઈ છે.

સવારે 2 કલાક પતંગ નહીં ઉડાવી શકાય

પક્ષીઓના રક્ષણ માટે સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

રોડ રસ્તા પર પતંગબાજી નહીં

જાહેર માર્ગો, ફૂટપાથ કે ભયજનક ધાબા પરથી પતંગ ઉડાડવા તેમજ રસ્તા પર કપાયેલી પતંગ કે દોરી પકડવા દોડવા પર રોક

ઘોંઘાટ અને લખાણ

લોકોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પતંગ પર કોઈની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી શકાશે નહીં.

5 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી જાહેરનામાનો અમલ

સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું આગામી 5 જાન્યુઆરી 2026 સોમવારથી લઈને 16 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જો કોઈ જાહેરનામાના નિયમોનો ભંગ કરતાં પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. 



Source link

Related Articles

Back to top button