मनोरंजन

VIDEO: થલાપતિ વિજયની ફિલ્મ ‘જન નાયકન’નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર વિલન બન્યો બોબી દેઓલ | Thalapathy Vijay’s film Jana Nayagan Trailer released Bobby Deol in villain Role




Jana Nayagan Trailer Released : સાઉથ સ્ટાર થલાપતિ વિજયની આગામી ફિલ્મ ‘જન નાયકન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં વિજયનો શાનદાર લુક જોવા મળે છે. આ સાથે ટ્રેલરમાં ખૂંખાર વિલનના રોલમાં બોબી દેઓલ દેખાય છે. ચાલો જાણીએ ટ્રેલરમાં શું છે ખાસ.

ટ્રેલરમાં શું છે?

થલાપતિ વિજયની આગામી ફિલ્મ ‘જન નાયકન’ના 2 મિનિટ 52 સેકન્ડના ટ્રેલરમાં જોવા મળે છે કે, વિજય આર્મી ઓફિસર અથવા ક્રિમિનલ રોલમાં છે. ફિલ્મમાં વિજયની દીકરી સાથે કઈક ખોટું થાય છે. પછી તે તેને બચાવવા માટે જાય છે. આ દરમિયાન વિલન બોબી દેઓલ તેમની વચ્ચે આવે છે. વિલન દેશને નુકસાન પહોંચાવવા માગે છે. પણ વિજય દેશને બચાવે છે.

ટ્રેલરમાં આ કલાકારોની ઝલક જોવા મળી

ટ્રેલરમાં વિજય થલાપતિ એક્શન મોડમાં જોવા મળે છે. વિજયના લુક પર ઘણુ કામ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બોબી દેઓલનો લુક ખૂબ જ ખૂંખાર બતાવવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મમાં પ્રકાશ રાજ, નસ્સર, પૂજા હેગડે અને પ્રિયમણીની ઝલક પણ જોવા મળે છે.

‘જાન નાયકન’ ફિલ્મના ટ્રેલર પર દર્શકોએ પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયામાં એક યુઝરે લખ્યું કે, ‘છેલ્લી વાર થલાપતિ.’ બીજા યુઝરે લખ્યું કે, ‘થલાપતિ ફાયર જોવા મળે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘હું ઉત્તર ભારતનો થલાપતિનો ફેન્સ છું.’

આ પણ વાંચો: દિમાગ હજુ પણ ઠેકાણે નથી : ‘બોર્ડર 2’ના પ્રમોશન સમયે સની દેઓલ પિતા ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયો

‘જન નાયકન’નું દિગ્દર્શન એચ. વિનોથ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિજય થલાપતિની છેલ્લી ફિલ્મ રહેશે. આ પછી તેઓ અભિનયમાંથી નિવૃત્તિ લેશે અને રાજકારણમાં કારકિર્દી બનાવશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, મામિતા બૈજુ, બોબી દેઓલ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયમણી, નારાયણ અને પ્રકાશ રાજ સહિતના સ્ટાર રોલ ભજવશે. ‘જન નાયકન’ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેમજ તેલુગુમાં ‘જન નાયકુડુ’ અને હિન્દીમાં ‘જન નેતા’ના નામથી રિલીઝ કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button