गुजरात

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરાર | One accused arrested four absconding in gambling raid in jamnagar



Jamnagar Gambling Raid : જામનગર નજીક કનસુમરા ગામ પાસે આવેલા ચેક ડેમની પાળીની બાજુમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા, જે દરમિયાન પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો, જેથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે બનાવના સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા આસિફ કાસમભાઇ ખીરા નામના એક શખ્સની અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ રકમ અને બાઈક સહિત રૂપિયા 41,300 ની માલમતા કબજે કરી લીધી છે. આ દરોડા સમયે લાખાબાવળ વાળો ઇમરાન ખીરા, તેમજ કનસુમરા ગામના સમીર ખીરા, લક્ષ્મણ બાંભવા અને ફૈઝલ ખીરા ભાગી છૂટ્યા હોવાથી ચારેયને ફરાર જાહેર કરાયા છે, અને પોલીસ દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button