दुनिया

વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત | US Launches Airstrikes on Venezuela Trump Says President Maduro and Wife Captured


Trump Says President Maduro and Wife Captured : 2026ની શરૂઆતમાં જ લેટિન અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સૈન્ય અને રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકાની સેનાએ એક બાદ એક વેનેઝુએલાના ચાર મોટા શહેરો પર હુમલા કર્યા. ગણતરીની કલાકોમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરી દેશ બહાર લઈ ગયા. 

નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરાયા: ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે. જે બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને કેદ કરી દેશની બહાર લઈ જવાયા છે. 

વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત 2 - image

રશિયા અને ચીન શું કરશે? 

નોંધનીય છે કે નિકોલસ માદુરો રશિયા અને ચીનના જૂના સહયોગી રહ્યા છે. એવામાં હવે આ બંને દેશો આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે તેના પર દુનિયાની નજર રહેશે. લાંબા સમયથી આર્થિક સંકટથી પસાર થઈ રહેલા વેનેઝુએલામાં શાસન પરિવર્તના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકાની આ કાર્યવાહી માત્ર ડ્રગ્સ વિરુદ્ધ જ નહીં વેનેઝુએલાની વર્તમાન સરકારને હટાવી અન્ય સરકારને લાવવાના પ્રયાસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

ચાર શહેરો પર અમેરિકાનો હુમલો: વેનેઝુએલાનો આરોપ, નેશનલ ઈમરજન્સી લાગુ

વેનેઝુએલાની સરકારે અમેરિકાની સૈન્ય આક્રમકતાની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકાએ કારાકાસ જ નહીં મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે. 

કોલંબિયા અને ક્યુબા વેનેઝુએલાની પડખે

કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો ખૂલીને વેનેઝુએલાની પડખે આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી છે. તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેમણે અમેરિકાની ‘ગુનાહિત’ કાર્યવાહીનો વિરોધ કરવો જોઈએ. આ લેટિન અમેરિકન ક્ષેત્ર વિરુદ્ધ એક પ્રકારનો ‘આતંકવાદ’ જ છે. 

ડ્રગ્સના આરોપ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ

નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર વેનેઝુએલાના પ્રમુખ માદુરોને સીધી ધમકી આપી ચૂક્યા છે. આટલું જ નહીં બંને દેશોએ સેનાઓ પણ ઍલર્ટ મોડમાં રાખી હતી. અમેરિકાએ હાલના દિવસોમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સની હેરફેરમાં સામેલ છે. 

વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર છે અમેરિકાની નજર : વેનેઝુએલાના પ્રમુખ

નોંધનીય છે કે શુક્રવારે વેનેઝુએલાએ કહ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરીના આરોપો મુદ્દે તેઓ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ કહ્યું હતું, કે અમેરિકા યેનકેન પ્રકારેણ વેનેઝુએલામાં સત્તાપલટો કરાવવા માંગે છે. અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર સુધી પહોંચવા માંગે છે. બીજી તરફ અમેરિકાનો આરોપ છે કે માદુરો અમેરિકામાં નાર્કો આતંકવાદ ફેલાવી રહ્યા છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની સેનાએ વેનેઝુએલાના જહાજો પર હુમલા શરૂ કર્યા હતા.  



Source link

Related Articles

Back to top button