કોણ છે નિકોલસ માદુરો? જેના પર ટ્રમ્પે લગાવ્યા છે ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર વિવાદ | venezuelan president nicolas maduro why us wanted to catch him trump

![]()
Venezuela News: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેમના ઘરમાં ઘુસીને પકડી લેવાયા છે. તેમની પત્ની તેમની સાથે છે. ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. અગાઉ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો. અમેરિકા 2020 થી માદુરોનો પીછો કરી રહ્યું છે. 2020માં અમેરિકાએ માદુરો પર 15 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. નિકોલસ માદુરો કોણ છે? માદુરોનો ઇતિહાસ શું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પાછળ કેમ છે?
માદુરો 2013માં રાષ્ટ્રપ્રમુખ બન્યા
નિકોલસ માદુરો મોરોસનો જન્મ 1962માં થયો હતો. તેઓ વેનેઝુએલાના રાજકારણી અને યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા છે. તેઓ 2013માં વેનેઝુએલાના 53મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. માદુરો હ્યુગો શાવેઝના નજીકના સહયોગી તરીકે ડાબેરી ચળવળમાંથી ઉભરી આવ્યા હતા. તેમણે 2006 થી 2013 સુધી વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. 2012માં તેઓ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2013માં શાવેઝના મોત બાદ તેઓ વચગાળાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2013માં ચૂંટણી જીતીને રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. જોકે, તેમના શાસનમાં પ્રતિબંધો, આર્થિક પતન, લોક આંદોલન અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ પડવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત
અમેરિકા સતત માદુરોને પડકારતું રહ્યું
અમેરિકાએ માદુરોના રાષ્ટ્રપ્રમુખ પદને સતત પડકાર્યું છે. માદુરો પર માનવાધિકાર ઉલ્લંઘન, ચૂંટણીમાં છેતરપિંડી અને નાર્કો-આતંકવાદનો આરોપ છે. 2020માં અમેરિકાએ તેમના પર 15 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે અમેરિકાએ માદુરો પર ડ્રગ હેરફેરનો આરોપ લગાવ્યો હતો. બાદમાં જાન્યુઆરી 2025માં ઇનામ વધારીને 25 મિલિયન ડોલર કરવામાં આવ્યું હતું. વેનેઝુએલાના ટોચના અધિકારીઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
વેનેઝુએલાએ શું કહ્યું?
નોંધનીય છે કે અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે વેનેઝુએલા પર મોટા પાયે હુમલો કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે મહિનાઓથી પ્રેશર બનાવ્યા બાદ આખરે રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને પકડી લેવામાં આવ્યા છે અને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે. અમેરિકાએ તેને એક અસાધારણ રાત્રિ અભિયાન તરીકે વર્ણવ્યું હતું, જેની જાહેરાત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાના થોડા કલાકો પછી સોશિયલ મીડિયા પર કરી હતી. દરમિયાન વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે કહ્યું કે, ‘માદુરો અને તેમની પત્ની વિશે કોઈ માહિતી નથી. અમારે પુરાવા જોઈએ છે કે તેઓ જીવંત છે.’
આ પણ વાંચો: વેનેઝુએલા બાદ કોલંબિયાને પણ અમેરિકાના હુમલાનો ડર પેઠો, દુનિયાને ચેતવતાં UNને કરી અપીલ


