गुजरात
જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાંથી એકટીવા લઈને જઈ રહેલી મહિલાને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા | A woman carrying a scooter was hit by a car driver in Park Colony area of Jamnagar

![]()
Jamnagar Accident : જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા દર્શનાબેન રવિન્દ્રભાઈ શારડા ગઈકાલે પોતાનું એકટીવા સ્કૂટર લઈને પાર્ક કોલોની રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન ફૂટપાટ ઝડપે આવી રહેલી જી.જે. 37 જે 1960 નંબરની બ્લુ કલરની સ્વીફ્ટ કારના ચાલકે તેઓને હડફેટમાં લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા.
જેથી દર્શનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે દર્શનાબેનના પુત્ર સંકેત રવિન્દ્રભાઈ શારડા એ કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


