गुजरात
જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો | The accused of the 2008 theft case of Jodia Police Station was caught by LCB Police

![]()
Jamnagar Police : જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ.એ તેઓની ટીમને સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પો.સ.ઈ. તથા પો.સ.ઇ. તથા સ્ટાફ જામનગર શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બીના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. જે હકિકતના આધારે જોડીયા તાલુકાના બાલાચડી ગામના પાટીયા પાસે રોડ ઉપર ઉભેલા જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો ફરાર આરોપી મધ્યપ્રદેશના વતની રીછુભાઇ ઉર્ફ રીચુભાઇ નથુભાઇ માવડા (ઉ.વ.49) ને ઝડપી લઈ આગળની તપાસ થવા જોડીયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.



