गुजरात

જામનગર શહેરમાં આજે સવારે એકાએક ઠંડીનો પારો નીચે ગગડયો : ભેજનું પ્રમાણ પણ વધ્યું, તાપમાન 12.0 ડિગ્રી | temperature suddenly dropped below freezing in Jamnagar city this morning: temperature 12 0 degrees



Jamnagar Winter Season : જામનગર શહેરમાં નવા વર્ષની શરૂઆતની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. ગઈકાલે ઠંડીનો પારો નીચે ઉતરીને 13.0 ડીગ્રીએ સ્થિર થયો હતો, જેમાં આજે વધારો થયો છે, અને વધુ એક ડિગ્રી નીચે ઉતરીને ઠંડીનો પારો 12.0 ડિગ્રી નોંધાયો છે, સાથો સાથ ભેજનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકો ગરમ વસ્ત્રોથી લપેટાયેલા જોવા મળી રહ્યા છે.

આજથી 15 દિવસ પહેલા ઠંડીનો પારો નીચે ઉતરીને 12.0 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, અને મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. આજે પણ તેટલું જ ટેમ્પરેચર નોંધાયું છે, અને હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 26.0 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મીની ઝડપે રહી હતી.



Source link

Related Articles

Back to top button