गुजरात

ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a milk factory instead of a bathing ghat



– માંડલના ચબૂતરા ચોક વિસ્તારમાં

– દૂધની ડેરી બનશે તો ગ્રામજનોની આંદોલનની ચીમકી : સ્થાનિકોએ મામલતદારને આવેદન પાઠવ્યુ

માંડલ : માંડલના ચબૂતરા ચોક વિસ્તારમાં ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોએ મામલતદારને આવેદન પાઠવી

દૂધની ડેરી બનશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

માંડલના ચબૂતરા ચોક વિસ્તારમાં વર્ષોે જૂના ન્હાવા-ધોવાના ઘાટ અને પાણીની ટાંકીની જગ્યાએ દૂધ મંડળી બનાવવાની પંચાયતની હિલચાલ સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે ૩૦ થી વધુ મહિલાઓ અને યુવાનોએ ભેગા મળી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, પંચાયતે જર્જરિત ઘાટને પાડી દીધા બાદ ત્યાં લોકોની સુવિધા માટે નવો ઘાટ બનાવવાને બદલે ડેરી બનાવવાની ગતિવિધિઓ શરૂ કરી છે. રહેવાસીઓએ ચીમકી આપી છે કે જો અહીં ડેરી બનશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રજૂઆતના પગલે અધિકારીઓએ ટેલિફોનિક સમીક્ષા કરી હાલ કામ રોકાવી દેવા અને રહીશોને ન્યાય મળે તેવી ખાતરી આપી છે.



Source link

Related Articles

Back to top button