गुजरात

ગોવા-વડોદરા ફ્લાઈટ રદ કરવામાં આવી : ત્રણ ફ્લાઈટ મોડી પડી | Goa Vadodara flight cancelled: Three flights delayed



વડોદરા : વડોદરા એરપોર્ટ પર આજે ઓપરેશનલ કારણોસર વિમાની સેવાઓને અસર
પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે 
ગોવાથી વડોદરા આવતી મહત્વની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી
, જ્યારે
અન્ય ત્રણ શહેરોની ફ્લાઈટ્સ તેના નિયત સમય કરતા મોડી પડતા મુસાફરોને હાલાકીનો
સામનો કરવો પડયો છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે શુક્રવારે ગોવા થી વડોદરા આવતી
ફ્લાઈટ ૬ઈ-૧૦૪ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત
, વડોદરાથી
હૈદરાબાદ જતી ફ્લાઈટ ૬ઈ-૨૧૭૯ તેના નિયત સમય કરતા દોઢ કલાક મોડી રવાના થઈ હતી.
ફ્લાઈટ રદ થવાને કારણે અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડયા હતા.

બીજી તરફ, દિલ્હીથી વડોદરા આવતી અને જતી ફ્લાઈટ્સ પણ મોડી
પડી હતી. દિલ્હી-વડોદરા ફ્લાઈટ ૬ઈ-૫૧૩૧ તેના નિર્ધારિત સમય કરતા ૪૫ મિનિટ મોડી પડી
હતી તો તેના કારણે વડોદરાથી દિલ્હી જતી ફ્લાઈટ ૬ઈ-૫૧૬૪ પણ ૪૦ મિનિટ મોડી પડી હતી.
એરલાઇન્સ દ્વારા આ તમામ ફેરફાર પાછળ ઓપરેશનલ કારણો જવાબદાર હોવાનું જણાવાયું હતું.



Source link

Related Articles

Back to top button