दुनिया
મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ, રાષ્ટ્રપ્રમુખે અધવચ્ચે જ પ્રેસ કોન્ફરન્સ અટકાવી, મોટી નુકસાનીની આશંકા | 6 5 magnitude earthquake hits Mexico

![]()
Earthquake in Mexico: મેક્સિકોમાં શુક્રવારે (2 જાન્યુઆરી) ભૂંકપના મોટા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન સેવાના અનુસાર, મેક્સિકો સિટીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 નોંધાઈ છે.
જણાવાય રહ્યું છે કે, જે સમયે ભૂકંપના આંચકા અનુભવાયા, ત્યારે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શીનબામ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. જોકે, તેમણે પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ રોકવી પડી હતી.
રિપોર્ટ્સ અનુસાર, 6.5 તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, એજન્સીઓ દરેક વસ્તુઓનું આકલન કરી રહી છે.



