અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hit and Run on SG Highway Claims Life of 50 Year Old Man

![]()
Ahmedabad Hit-and-Run: અમદાવાદના વ્યસ્ત ગણાતા ઇસ્કોન બ્રિજ પર મંગળવારે (30મી ડિસેમ્બર) રાત્રે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા 50 વર્ષીય વિક્રમ પરમારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. કડીયાકામ કરી ગુજરાન ચલાવતા વિક્રમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ
આ ઘટના અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ, વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા બ્રિજ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને ફરાર ચાલકને ઝડપી પાડવાની તપાસ ચાલી રહી છે.



