એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીરસમસ્યા | Adjacent to SG Highway

![]()
અમદાવાદ,ગુરુવાર,1 જાન્યુ,2026
એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીર અસર જોવા મળી રહી છે.ગાંધીનગરમાં નવા સમાવાયેલા
વાવોલ,સરગાસણ,કુડાસણ અને રાયસણ
સહિતના ગટરના પાણી જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામા આવે છે.આ કારણથી
જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા કરતા વધુ ડ્રેનેજના પાણી ઓવરફલોના કારણે
આસપાસની જમીનમાં ડ્રેનેજના પાણી છોડવામા આવે છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ,ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હયાત જાસપુર સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમા નવો ૧૦૦ એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવા પમ્પિંગ
સ્ટેશન, હયાત
પમ્પિંગ સ્ટેશનના ઓગમેન્ટેશન અને પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતની
કામગીરી માટે રુપિયા ૧૮૯.૫૮ કરોડનુ ટેન્ડર ફલોટ કરવામા આવ્યુ હતુ.જુલાઈ મહિનામા
ટેન્ડર ફાઈનલ કરવાનુ હતુ. અલગ અલગ કારણસર ટેન્ડરમાં સુધરાના નામે વિલંબ કરાઈ રહયો
છે.ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને ટેન્ડર ફલોટ કરાયુ હતુ.જેની તાજેતરમાં પ્રાઈસ
બીડ ખોલવામા આવી હતી.ટેન્ડર મંજૂર કરાયા પછી નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતા બે
વર્ષનો સમય લાગશે.આ કારણથી એસ.જી.હાઈવે તથા આસપાસના વિસ્તારોને હજુ બે વર્ષ
ડ્રેનેજ ઓવરફલો થવાની સમસ્યાનો સામનો કરવો પડશે.



