मनोरंजन
પ્રભાસ કલ્કિ ટુનું શૂટિંગ આવતા મહિનેથી શરુ કરશે | Prabhas to start shooting for Kalki 2 from next month

![]()
– દીપિકાને સ્થાને હિરોઈનની જાહેરાત બાકી
– પ્રિયંકાએ દીપિકાનું સ્થાન લેવા માટે તેના જેટલી જ ફી માગી અને શરતો પણ મૂકી
મુંબઇ : પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી ટુ’ નું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરે તેવી શક્યતા છે.
જોકે સત્તાવાર ઘોષણા કરવાની બાકી છે. પ્રભાસ હાલ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરીટ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
દીપિકા પાદુકોણે ‘કલ્કિ ટુ’ છોડયાપછી હજી સુધી ફિલ્મની નવી અભિનેત્રીની પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મની હિરોઇન તરીકે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા અને સાંઇ પલ્લવીના નામની ચર્ચા થઇ રહી છે.
પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ માટે દીપિકાની સમકક્ષ ફી માગી હોવાનું કહેવાય છે. સાથે સાથે તેણે પોતે પુત્રી સાથે સમય પસાર કરવા વચ્ચે વચ્ચે આરામ લેશે તેવી પણ શરત મૂકી હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી પ્રિયંકા વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.



